ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે આચાર્ય મનોહર કીર્તિ સૂરીશ્વરજી એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરની એક અગત્યની મીટીંગ વાઈસ ચાન્સેલર ડો મોહન પટેલની અધ્યક્ષતા મળી હતી.
જેમાં કચ્છ યુનિવર્સિટીમાં આ એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરનો હવાલો સંભાળતા ડોક્ટર પંકજ ઠાકરે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ કોર્સ તથા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવાની આજની મીટીંગમાં બહાલી આપવામાં આવી હતી. દરમિયાનમાં મનોહર કીર્તિ સૂરીશ્વરજી મહારાજ ના પ્રતિનિધિ મેહુલભાઈ ગાંધી તથા ભુજના અગ્રણી અને સભ્ય હિતેશ ખંડોરે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં આ કોર્સ ચલાવવા નવું ભવન બનાવવા માટે તે રજૂઆત કરતા તેના જવાબમાં વાઈસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલે તુરંત હોસ્ટેલ ની બાજુમાં આવેલી જગ્યા આ નવિન ભવન માટે આપવા ની મંજૂરી આપી હતી. તેથી મિટિંગ બાદ બધા સભ્યો સ્થળ ઉપર જઈને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. જેના સભ્યો માં સેન્ટ્રલ યુનિવર્સિટીના ડો.મિલિન્દ સોલંકી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના ડો.ભાવેશ જેઠવા તથા રજીસ્ટ્રાર ડો.અનિલ ગોર સાહેબ, IAS study centreના પ્રોફેસર અજય રાઠોડ, હિતેશ ખંડોર, MSU ના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા આર્ટસ ફેકલ્ટીના ડોક્ટર શ્વેતા જેજૂરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સુચનો કર્યા હતાં.
આ કોર્સ અને કાર્યક્રમ સુચારુ રૂપે ચાલે તે માટે પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી હતી.વધુમાં કચ્છ યુનિવર્સિટીમાં આ કોર્સના કોઓર્ડીનેટર પંકજ ઠાકરે જણાવ્યું હતું કે શોર્ટ ટર્મ કોર્સ અણુ વ્રત તથા ભક્તામ્બર સ્તોત્ર ઉપર શરૂ કરવામાં આવશે જેમાં વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર મહારાજ પંજાબ ના લુધીયાણામાં ચાતુર્માસ બિરાજમાન છે તથા ડો અરુણ વિજય જી મહારાજ મુંબઈ વાલકેશ્વર તથા આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજના સંપર્ક કરવામાં આવ્યો છે બીજા પણ વિદ્વાન મહાત્માઓ નો સંપર્ક કરી આ કોર્સ માં જ્ઞાન આપવા વિનંતી કરાશે તેમજ જૈન વિદ્વાનો તથા પંડિતો નો પણ સંપર્ક કરવામાં આવશે.આજની આ બેઠકના અંતે MSU ના પુર્વ સભ્ય દીપક શાહે ઉત્તરાધ્યયનસૂત્ર ના ચાર ભાગ તથા ૨૦ પુસ્તકો ના બે સેટ વાઈસ ચાન્સેલર ડો મોહન પટેલ સાહેબને જૈન લાઈબ્રેરી માટે અર્પણ કર્યા હતા.આ કોર્સમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને લાભ વાઇસ ચાન્સેલર ડો મોહન પટેલ આહવાન કર્યું હતું
Reporter: admin