વડોદરા : હોમગાર્ડઝ સ્થાપના દિવસ નિમિત્તે પોશીના યુનિટ દળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કુબેર ભવન ખાતેથી વડોદરા જિલ્લા હોમગાર્ડ દળ શહેર યુનિટ દ્વારા ફૂટ માર્ચ રેલી યોજી હતી.

જેમાં 700 જેટલા મહિલા અને પુરુષ જવાનો જોડાયા હતા. આ રેલી રાવપુરા ટાવર, દાંડીયા બજાર થઈને પરત કુબેર ભવન ખાતે પૂર્ણ થઈ હતી. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ દરમિયાન જન-જાગૃતિના કાર્યક્રમો જેવા કે, બેટીબચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, નશામુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ 6 ડિસેમ્બરે વડોદરા ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી તેમાં પોશીના યુનિટના જવાનો પણ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી.






Reporter: admin