વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે રહેતો 22 વર્ષીય યુવક અંજલ જયરામભાઈ ગજાની કોઈક કારણોસર નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબ્યો હતો જેમાં અંજલ ગજાની કેનાલમાં ડૂબતા બનાવ અંગેની જાણ આજે શુક્રવારે સવારે હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યું ટીમને કરવામાં આવી હતી

જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમના જયેશ કોટવાળ, વાય.કે,પટેલ, રાકેશ બારીયા તેમજ ફાયર અને રેસ્ક્યુ ટીમના તાલીમાર્થી યુવકોની ટીમ તાબડતોડ હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલ ખાતે પહોંચ્યા હતા અને કેનાલમાં બોટ મારફતે ઉતરી અંજલ ગજાનીને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી જેમાં નર્મદાના મુખ્ય કેનાલના ઊંડા ધસમસતા વહેતા પાણીમાં મશીન બોટ મારફતે ફાયર અને રેસ્ક્યુની ટીમના જયેશ કોટવાળ,રાકેશ બારીયા અને તાલીમાર્થીઓની ટીમ બોટમાં બેસીને અંજલને શોધી રહ્યા હતા તે દરમિયાન આજે શુક્રવારે બપોરે 12:00 થી 12:30 વાગ્યાના સુમારે કોઈક કારણોસર એકાએક બોટન મશીનમાં કોઈ ક્ષતિ આવતા એકાએક ઝાટકા સાથે પાણીની વચ્ચોવચ બોટનું મશીન બંધ થઈ જતા બોટ અટકી જવા પામી હતી અને અચાનક જ વજનદાર મશીન એક સાઇડે પાણીની અંદર નમી જતા બોટ એક તરફ પલટી ખાતા બોટની અંદર બેસેલા જયેશ કોટવાળ,રાકેશ બારીયા સહિત પાંચ તાલીમાર્થીઓની ટીમના પાંચ યુવકો પાણીમાં પડ્યા હતા જેમાં એ દરમિયાન કેનાલની પાળ પર ઊભા રહેલા ફાયર અને રેસ્ક્યુ ટીમના વાય.કે.પટેલે આ દ્રશ્ય જોતા સમયચૂકતા વાપરી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક જ કેનાલની પાળ પરથી પાણીમાં બચાવવા માટે વપરાતી સેફટી રિગ અને દોરડા ફેંક્યા હતા

જ્યારે શ્રેષ્ઠ રેસ્ક્યુઅર અને કુશળ તરવૈયા ગણાતા જયેશ કોટવાળે પણ પોતાની ટીમને બચાવવા પાણીમાં જ પ્રયાસો હાથ ધરી પાણીમાં રહીને સમગ્ર મામલો સંભાળી તાલીમાર્થીઓ યુવકોને દોરડું પકડાવી અને રીંગ પહેરાવી પાણીમાંથી બહાર કાઢવાની જોખમી અને દિલ ધડક કવાયત હાથ ધરી હતી જેમાં દોરડા અને રીંગના સહારે રેસ્ક્યુ ટીમ પોતાનો બચાવ કરી સહી સલામત બહાર નીકળી આવી હતી જેને લઈને કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી અને રેસ્ક્યુ ટીમના જવાનોનો ભગવાન કૃપાથી આબાદ બચાવ થયો હતો જેમાં જયેશ કોટવાળ અને વાય.કે.પટેલે પોતાની સુજ સમજ અને સમય ચૂકતા વાપરી પોતાની ફાયર અને રેસ્ક્યુ કામગીરીના અનુભવનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આજે મોટી દુર્ઘટના ટાળી હતી જ્યારે કેનાલ પાણીમાં પડી ગરકાવ થયેલા બોટના મશીનને પણ જયેશ કોટવાળ સહિત ફાયર અને રેસ્ક્યુની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યું હોવાની માહિતી મળવા પામેલ છે જોકે આ સમગ્ર ઘટના બાદ પણ ફરી બપોરના એક વાગ્યાના સુમારે ફાયર અને રેસ્ક્યુની ટીમે કોઈપણ જાતની હિંમત હાર્યા વિના ફરી એકવાર પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠા નિભાવી પોતાની રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ હતી અને દોરડા અને બિલાડી જેવા બચાવના અન્ય સાધનોનો ઉપયોગ કરી નર્મદાના કેનાલના વહેતા ઊંડા પાણીમાં પડેલા અંજલ ગજાનીને વહેતા ઊંડા પાણીમાંથી શોધી તેને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળવા પામેલ છે.






Reporter: admin







