વડોદરા : ફતેપુરા પૌંઆ વાલાની ગલીના ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના ટળી હતી.કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન સમયે ક્રેન તુટી પડતાં મૂર્તિ પાણીમાં પડી ગઈ હતી. સદ્ નસીબે કોર્પોરેશનના તરવૈયાઓ માંડ માંડ બચ્યાં હતા.તરવૈયાઓ કૃત્રિમ તળાવમાં જ હતા, તેમની બાજુમાં જ મૂર્તિ પડી હતી.