News Portal...

Breaking News :

નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્સ અટલાદરા અને વિક્રમા-2 ના રહીશો સાથે મોટો વિશ્વાસઘાત કરાયો

2025-05-12 10:37:11
નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્સ અટલાદરા અને વિક્રમા-2 ના રહીશો સાથે મોટો વિશ્વાસઘાત કરાયો


પોલીસપુત્રનાં પરાક્રમ અને ટીડીઓના આશીર્વાદ.... 
નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા ટી.પી. સ્કીમ નં ૨૩ (તાંદળજા) વાસણા રોડ વિસ્તારમા વિક્રમા-2 નામની  લો-રાઈઝ રહેણાંક એપારમેન્ટ / વોર્ડ નં ૧૧/ તા-૨૪-૨-૨૦૧૨ તથા વોર્ડ નં  તારીખ ૧૩-૩-૨૦૧૨ થી  આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ તમામ એપાર્ટમેન્ટ માં રજાચિઠીઓ વિરુદ્ધનુ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે.તેમજ આ લો-રાઈઝ રહેણાંક એપારમેન્ટ ની રજાચિઠીઓ મેળવ્યા બાદ રહેણાંક એપાર્ટમેન્ટના  ટાવરો ઉપર પેન્ટહાઉસ નુ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. વિક્રમા-2 મા તમામ એપાર્ટમેન્ટમાં આપેલ રજાચિઠી વિરુદ્ધનું બાંધકામ કરેલ હોય અને એપાર્ટમેન્ટ ઉપર ગેરકાયદેસર પેન્ટહાઉસ નુ બાંધકામ કરેલ  હોવા   છતા બાંધકામ પરવાનગી શાખાના ભષ્ટાચાર મા ગળાડુબ  ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, બાંધકામ તપાસનીસ દ્વારા  કમ્પ્લીસન સર્ટી તારીખ ૧૪-૧૨-૨૦૨૦ થી આપવામા આવેલ છે.અને કમ્પ્લીસન સર્ટી આપવામા બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દવારા મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. વિક્રમા-2 ના રહેણાંક એપાર્ટમેન્ટમાં  બાંધકામ પરવાનગી શાખા માથી આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ તેમજ પેન્ટહાઉસ નુ ગેરકાયદેસર બાંધકામ  કરેલ હોવા છતા સદર રહેણાંક એપાર્ટમેન્ટને  કમ્પ્લીસન સર્ટી આપેલ છે. વિક્રમા-2 મા આપેલ રજાચિઠીઓ વિરુદ્ધ નુ તેમજ ટેરેસ ઉપર  પેન્ટહાઉસ નુ ગેરકાયદેસર બાંધકામ કરી અને  નિવૃત પોલીસ  અધિકારીના પુત્ર દ્વારા  વેચાણ કરી ફ્લેટ અને પેન્ટહાઉસ લેનાર ને  દસ્તાવેજ પણ કરી આપેેલ છે.અને  ભ્રષ્ટાચાર મા ગળાડુબ બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ  દ્વારા ફક્ત પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ ની ફાઈલો પરીમલ પટણીના ચોક્કસ અંગત આર્કીટેક્ દ્વારા ફાઈલ  મુકાવી ભષ્ટાચાર કરી અને મંજૂર કરેલ છે. ઇમ્પેક્ટના કાયદા મુજબ એપાર્ટમેન્ટ મા ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટની ફાઇલ ઈન્વર્ડ કરતા સમયે એપારમેન્ટ મા રહેતા તમામ માલિકોની NOC. અને ફાયર વિભાગ નુ ફાયર નુ NOC રજુ કરવાનુ હોય છે. પરંતુ ટી.ડી.ઓ શાખાના ભષ્ટ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા અને પરીમલ પટણીના ખાસ ચોક્કસ આર્કિટેક દ્વારા ઇમ્પેક્ટની ફાઈલ મુકવામા આવેલ હોય  તેથી એપારમેન્ટ ના માલીકોનુ NOC રજુ કરવામા આવેલ નથી અને ફાયર વિભાગ નુ પણ NOC પણ રજુ કરેલ નથી. તમામ નિયમોને નેવે મુકી અને ફાઈલને ગેરકાયદેસર મંજૂર કરેલ છે.  ખરેખર વિક્રમા-2 ના તમામ એપાર્ટમેન્ટના તમામ ફ્લેટ ની અને પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ  ભરવાની થાય પરંતુ બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરી અને ફક્ત પેન્ટહાઉસ ની ફાઈલ ની ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર  કરી મોટો ભ્રષ્ટાચાર કરેલો  છે.  



પરીમલ પટણી એ ભ્રષ્ટાચાર કરી કોર્પોરેશનને નુકશાન પહોંચાડ્યું
વિક્રમા-2 મા કરેલ ગેરકાયદેસર બાંધકામ ની સંપૂર્ણ જાણ ટી.ડી.ઓ પરીમલ પટણી ને હોવા છતા નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વિક્રમા-2 મા કરેલ ગેરકાયદેસર બાંધકામને એક પણ નોટિસ આપવામા આવેલ નથી.કે પરીમલ પટણીના ચોક્કસ અંગત આર્કિટેકને બ્લેક લિસ્ટ માટે પણ એક પણ નોટિસ આપેલ નથી.પરીમલ પટણી એ ભ્રષ્ટાચાર કરી અને  મહાનગર પાલિકા વડોદરા ની તીજોરીને પોતાના સ્વાર્થ માટે આર્થીક મોટુ નુકસાન કરેલ છે. તેથી બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને હાલના ટી.ડી.ઓ પાસેથી  મહાનગર પાલિકાને કરેલ મોટુ નુકસાન  આ ભષ્ટાચારી કર્મચારી ઓ/અધિકારીઓ પાસેથી વસુલ કરી અને આકરી સજા કરવી જોઈએ.

આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરી બ્લેક લિસ્ટમાં મુકવો જોઈએ
વિક્રમા-2માં આપેલ રજાચિઠીઓ વિરુદ્ધ નુ બાંધકામ કરેલ હોય તેથી નિયમ મુજબ તમામ એપાર્ટમેન્ટ ના તમામ ફ્લેટ ની અને પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ  ભરવાની થાય પરંતુ  મોટો ભ્રષ્ટાચાર કરી અને ફક્ત પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ લઈ ને બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા મહાનગર પાલિકાને મોટુ નુકસાન કરેલ છે.તેથી મહાનગર પાલિકાને કરેલ નુકસાન આ ભષ્ટાચારી કર્મચારીઓ/અધિકારીઓ પાસેથી વસુલ કરી અને આકરી સજા કરવી જોઈએ. તેમજ વિક્રમા-2 ની ઇમ્પેક્ટ  ની ફાઈલ પરીમલ પટણી ના ચોક્કસ આર્કિટેક દ્વારા મુકેલ તેથી આ ચોક્કસ આર્કિટેક્ટ ની સામે પણ  શિક્ષાત્મક તાત્કાલિક પગલા ભરી લાયસન્સ રદ કરી અને બ્લેક લિસ્ટ મા મુકવો જોઈએ.  નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ બાંધકામ પરવાનગી શાખા ના ભષ્ટાચારી કર્મચારીઓ /અધિકારીઓ અને આર્કીટેક સામે સખત મા સખત પગલા ભરશે કે પછી રાણાજીની જેમ સમજોતા એક્સપ્રેસ ચલાવશે અને ભષ્ટાચાર ને પ઼ોત્સાહન આપશે. નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર સંસ્કારી નગરીના નાગરિકોને વાચા આપશે કે પછી ભષ્ટાચારી ઓને સાથ આપશે.


વિક્રમા- ડુપ્લેક્ષ ના રહીશો સાથે પણ મોટો વિશ્વાસઘાત...
ચર્ચાસ્પદ પોલીસ અધિકારી ના પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્ષ અટલાદરા ના રહીશો સાથે પણ મોટો વિશ્વાસઘાત કરેલ છે. અટલાદરામાં આવેલ વિક્રમા ડુપ્લેક્ષ માં ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના પુત્ર દ્વારા ડુપ્લેક્સો નુ બાંધકામ કરવામા  આવેલ  છે.  સ્કીમ પૂરી થઈ ગયા પછી સોસાયટીના મેન્ટેનન્સ ની રકમ હોય એ સોસાયટીના પ઼મુખ ને જમા કરાવવાની હોય  છે. વડોદરામા તમામ બિલ્ડરો સોસાયટીઓ ના પ઼મુખને મેન્ટેનન્સ ની રકમ સોસાયટીના પ઼મુખ ને જમા કરાવી દે છે. પરંતુ વિવાદાસ્પદ પોલીસ અધિકારીના બિલ્ડર પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્ષનુ બાંધકામ છેલ્લા ૭ (સાત)  વર્ષ થઈ પુર્ણ કરેલ છે.અને તમામ ડુપ્લેક્ષ નુ વેચાણ પણ થઈ ગયેલ છે.તેમ છતા સોસાયટીના મેન્ટેનન્સ ની લાખોની રકમ પરત આપતા નથી. અને મોટો વિશ્વાસઘાત કરેલો છે. વિક્રમ ડુપ્લેક્ષ નુ ૭ ( સાત) વર્ષ થયા બાંધકામ પુર્ણ કરી અને તમામ ડુપ્લેક્ષ નુ વેચાણ પણ પુર્ણ  કરેલ છે.  છતાં વિક્રમા ડુપ્લેક્ષ નુ ઓક્યુપેશન (વાપરવાનુ પ઼માણ પત્ર) પણ બાંધકામ પરવાનગી શાખા માથી મેળવેલ નથી. તેમજ  વિક્રમા ડુપ્લેક્ષ ના ફાયનલ પ્લોટ ની બિલ્ડર દ્વારા ભરવાની થતી કરોડોની  ટી.પી.ઇન્ક્રીમેન્ટેશન contribution ની રકમ  પણ વિવાદાસ્પદ પોલીસ અધિકારીના પુત્ર દ્વારા  ભરેલ નથી. અને સોસાયટીના રહીસો સાથે મોટો વિશ્વાસઘાત  કરેલ છે.


વિક્રમાં-2 ગેરકાયદેસર બાંધકામ માટે હજુ સુધી કોઈ નોટિસ આપી નથી : ટીડીઓ 
વિક્રમા-2ના બિલ્ડર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર હોવાથી ગેરકાયદેસર બાંધકામ મામલે પરિમલ પટણી બિલ્ડર ને બચાવવા ગોળ ગોળ જવાબો આપે છે.

તાંદલજા વિસ્તારમાં  નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા ટી.પી.૨૩ તાંદળજા મા બાંધકામ પરવાનગી શાખા માથી  વિક્રમા -2ના 8 ટાવર ની વિકાસ પરવાનગીઓ  મેળવવામા આવેલ પરંતુ નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વિક્રમા-૨ ના સ્થળે બાંધકામ પરવાનગી શાખા માથી મેળવેલ રજાચિઠીઓ વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે. અને સ્થળે આપેલ રજાચિઠીઓ વિરુદ્ધ નુ બાંધકામ કરી ટાવરોનુ બાંધકામ  કરેલ છે.

બાંધકામ પરવાનગી શાખા માથી આપેલ રજા ચિઠ્ઠી વિરુદ્ધ ના વિક્રમા- ૨ ના ગેરકાયદેસર બાંધકામ અંગે ટી.ડી.ઓ. પરિમલ પટણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિક્રમા-2ના બિલ્ડરને કોઇ નોટિસ આપવામા આવેલ નથી. ટી.ડી.ઓ. પરીમલ પટણીને પૂછવામા આવ્યુ  કે વિક્રમા-૨ મા ૮ ટાવરોમા આપેલ રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ છે. તેથી કમ્પ્લીસન સર્ટી  આપી શકાય નહી.છતા કેમ આપ્યુ. તો જણાવેલ  કે વિક્રમા-૨ ના 8 ટાવરોમા જે ગેરકાયદેસરના બાંધકામ કરેલ છે. તેની  ઇમ્પેક્ટ ની પરવાનગીની ફાઇલ મંજૂરી માટે આવેલી છે. પરંતુ હજુ ઇમ્પેક્ટ અરજી મંજુર કરેલી નથી. તેમણે એમ પણ કહ્યું કે સદર ટાવરોને ડ્રેનેજ જોડાણ માટે કમ્પ્લિશન સર્ટિફીકેટ (CC) આપેલું છે. અને બિલ્ડીંગ યુઝ પરમીશન ( OC ) હજુ સુધી આપેલું નથી. અમારી જાણ મુજબ જો બિલ્ડીંગ યુઝ સર્ટી આપેલું હોય તો જ લોકો વપરાશ  કરી શકે અને વિક્રમા-૨ મા રહેણાંક વાપર ઉપયોગ  કરી શકે.અને  રહેવા આવી શકે . એટલે વિક્રમા-૨ ના ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ પરિમલ પટણી સમગ્ર મામલામાં ગોળ ગોળ જવાબ  આપે છે.અને ગોળ  ગોળ ફેરવી રહ્યા છે. જો  વિક્રમા-૨ ના તમામ  ટાવરોમા બિલ્ડીંગ યુઝ વાપરવાનુ પ઼માણ પત્ર ના આપેલું હોય તો લોકો ત્યાં રહેવા કેવી રીતે આવી શકે અને વાપર ઉપયોગ કેવી રીતે કરી શકે. તે મોટો સવાલ છે, 

વિક્રમા-૨ ની રજાચિઠીઓ આપ્યા બાદ નિયમ મુજબ  બાંધકામ તપાસનીસ, ડે.ટીડીઓ અને ટીડીઓ એ સ્થળની તબકાવાઈઝ સ્થળ મુલાકાત લેવાની હોય  છે.અને જો આપેલ રજાચિઠીઓ વિરુદ્ધ નુ બાંધકામ થતુ હોય તો તાત્કાલિક તે સમયે મનાઈ હુકમ આપી અને બંધ કરાવવુ જોઈએ. પરંતુ વિક્રમા-૨ ના બિલ્ડર નિવૃત પોલીસ અધિકારીના પુત્ર હોય તેથી કોઈ નોટિસ આપેલ નથી અને ઉપરથી સદર ગેરકાયદેસર બાંધકામ ને ગેરકાયદેસર રીતે મોટો ભ્રષ્ટાચાર કરી ને કમ્પ્લીસન સર્ટી આપેલ છે. જે તદ્દન ગેરકાયદેસર આપેલ છે.તે તાત્કાલિક અસર થી રદ કરવુ જોઈએ એને બદલે પરિમલ પટણીના ચોક્કસ અંગત આકીઁઁટેક દ્વારા ઇમ્પેક્ટની ફાઇલ ઈન્વર્ડ કરાવવામા આવેલ છે.

 વિક઼મા ~૨ ના બિલ્ડર નિવૃત પોલીસ અધિકારીના પુત્ર હોય તેથી પરિમલ પટણી સદર ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ મોટો ભ્રષ્ટાચાર કરી અને સમજોતા કરવા માગે છે.

Reporter: admin

Related Post