News Portal...

Breaking News :

જિલ્લાની ૧૯ પ્રાથમિક શાળામાં લર્નિંગ બાય ડુઇંગ લેબ શરૂ કરાઇ

2025-08-02 17:08:11
જિલ્લાની ૧૯ પ્રાથમિક શાળામાં લર્નિંગ બાય ડુઇંગ લેબ શરૂ કરાઇ


બાળકોને પ્રવૃત્તિ થકી શિક્ષણ આપવા માટે અન્ય ૪૫ શાળાઓને એલબીડીના સાધનો અપાયા 




લર્નિંગ બાય ડુઈંગ લેબસના ૩૬૦ શૈક્ષણિક સાધનોની શિક્ષકોને તાલીમ અપાઇ 
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવૃત્તિ થકી કઠીન વિષયોનું સરળતાથી જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લર્નિંગ બાય ડુઇંગ લેબ આપવામાં આવી છે. જિલ્લાની ૧૯ શાળાઓમાં એલબીડી લેબ તથા અન્ય ૪૫ શાળાઓને તેના સાધનો ફાળવવામાં આવ્યા છે. શિયન ટ્રેડર્સ, અમરેલી તથા નિશ્ચલ સ્માર્ટ લર્નિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, હૈદરાબાદ દ્વારા રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલ માર્ગદર્શિકા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં લર્નિંગ બાય ડુઈંગ (એલ.બી.ડી.) પ્રકારની વિજ્ઞાન-ગણિત લેબોરેટરી સ્થાપિત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણને વધુ સરળ બનાવવા માટે લર્નિંગ બાય ડુઇંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના કઠિન મનાતા વિષયોને પ્રવૃત્તિ દ્વારા બાળકોને સમજાવી શકાય એ માટે સાધનો આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં મોક્સી પ્રાથમિક શાળામાં આ પ્રકારે સારી પ્રવૃત્તિ થઇ રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લા કક્ષાના ઇનોવેશન મેળામાં ભાદરવા સીઆરસી દ્વારા એલબીડીનો પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. જેની એક હજાર કરતા પણ વધુ શિક્ષકો મુલાકાત લીધી હતી. વડોદરા જિલ્લામાં ૧૯ શાળાઓમાં લર્નિંગ બાય ડુઇંગની લેબ ફાળવવામાં આવી છે. જેમાં કરજણની એક, પાદરાની ૮, સાવલીની ૨, વડોદરા તાલુકાની ૬ અને વાઘોડિયાની ૨ શાળામાં એલબીડી લેબ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની ૪૫ શાળામાં લર્નિંગ બાય ડુઇંગને લગતા સાધનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ડભોઇની ૪, ડેસરની એક, કરજણની ૪, પાદરાની ૧૪, સાવલીની ૧૦, શિનોરની એક, વડોદરા તાલુકાની ૫ અને વાઘોડિયા તાલુકાની ૬ પ્રાથમિક શાળાને સાધનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. 


આ લેબ સંકળાયેલા શાળાઓના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને આસોજ પ્રાથમિક શાળાએ એકદિનીય તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ શાળાના રોજિંદા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં લેબના સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર બનાવવાનો હતો.તાલીમ દરમિયાન ૩૬૦ જેટલા શૈક્ષણિક સાધનોના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સાધનોના પ્રાયોગિક ઉપયોગનું જીવનત નિદર્શન કરાયું હતું અને શિક્ષકોને ક્યારે અને કેવી રીતે આ સાધનોનો અભ્યાસક્રમમાં ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી.જિલ્લા પ્રોજેક્ટ સંયોજક મહેશ પાંડેએ અચાનક તાલીમ સ્થળે પહોંચી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તાલીમનું આયોજન જિલ્લા કક્ષાએથી એ.ડી.પી.સી. રાકેશ સુથાર તથા બ્લોક સ્તરે બીઆરસી સંયોજક શ્રી નરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે સી.આર.સી. સંયોજક ડો. કિરણ અમરાવત તથા શાળાના શિક્ષકમંડળના સહયોગથી સમગ્ર તાલીમક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post