નિયામક આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા નિર્દેશિત અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, વડોદરા દ્વારા સિનિયર સીટીઝન ડે નિમિતે વડોદરા જિલ્લાના ૧૪ આયુષમાન આરોગ્ય મંદિર (આયુષ)ના નજીકના વિસ્તારો ગામડાઓમાં તથા અન્ય સરકારી આયુર્વેદ – હોમિયોપેથી દવાખાનાઓના વિસ્તારમાં સિનિયર સીટીઝન કેમ્પોનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
કેમ્પ દીઠ સિનિયર સીટીઝન લાભાર્થીઓની વિગત જોઈએ તો આયુષમાન આરોગ્ય મંદિર વસવેલ- વાઘોડિયા ખાતે ૧૧૮, ગાંગડીયા – વેમાર ખાતે ૧૧૦, એકલબારા - જાસપૂર ખાતે ૫૬, મોટા ફોફળિયા - શિનોર ખાતે ૫૨, તીથોર ચોકારી ખાતે ૫૨, ભીલાપુર - ડભોઈ ખાતે ૨૬ ખાખરીયા જરોદ ખાતે ૧૦૦, વાડી - ઓમકારેશ્વર ખાતે ૧૦૩, આમોદર - ઉમરવા ખાતે ૫૩, છાલીયેર - જેતપુર ખાતે ૩૮, વાંકાનેર - ભાદરવા ખાતે ૧૦૪, મોટા હબીપુરા - મંડાળા ખાતે ૧૩૮, મોટા કરાળા – ટીંગલોટ ખાતે ૧૨૨, તથા અન્ય સરકારી દવાખાનાઓના કુલ લાભાર્થી ૯૩૫ આમ તમામ દવાખાનાઓના થઈ અંદાજીત કુલ ૨૦૦૭ લાભાર્થી લાભ લીધેલ.આ કેમ્પમાં આરોગ્ય ચકાસણી, અંતર્ગત ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, સંધિવાત, માનસિક સ્વાસ્થ્ય, આંખ-નાક-કાનના વિકારો સહિતની તપાસ કરી દવાઓ સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તમામ કેમ્પોમાં અમને નિયામક આયુષ કચેરી, ગાંધીનગરનું નિદર્શન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વડોદરા મમતા હીરપરાનું માર્ગદર્શન મળી રહ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહિડા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નીલેશ પુરાણી, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત સહિત વિવિધ જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત સદસ્યોએ હાજરી આપી ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. તમામ કેમ્પોમાં તમામ મેડિકલ ઓફિસરો, ફાર્માસીસ્ટ, ઇન્ટર્ન ડોક્ટર્સ, યોગ ઇન્સ્ટ્રક્ટરોએ સુંદર સેવાઓ આપી તેવું કેમ્પોના મુખ્ય સંયોજક જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ જણાવ્યું છે.
Reporter: admin