News Portal...

Breaking News :

ટ્યુશન ક્લાસ અંગે આવનારા કાયદા અંગે કોચિંગ ક્લાસના સંચાલકોની વિશાળ મિટિંગ યોજાઇ

2025-10-13 10:55:46
ટ્યુશન ક્લાસ અંગે આવનારા કાયદા અંગે કોચિંગ ક્લાસના સંચાલકોની વિશાળ મિટિંગ યોજાઇ


સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડ લાઇન તૈયાર કરવાના આદેશ થી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં ફફળાટનું વાતાવરણ


ખાનગી ટ્યૂશન, કોચિંગ ક્લાસમાં જે રીતે પાછલા વર્ષોમાં આગજની જેવી ઘટનાઓમાં વિધ્યાર્થીઓ ના મોતને કારણે સુરક્ષા વ્યવસ્થા તથા અવારનવાર વિધ્યાર્થીઓ ની આત્મહત્યા, વધુ પડતાં અભ્યાસના ભારણથી વિધ્યાર્થીઓમા ડિપ્રેશન જેવા મામલે દેશની કોર્ટોમાં પિટિશનને ધ્યાનમાં રાખીને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાનગી ટ્યુશન/કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ અ સુરક્ષા નું યોગ્ય નિયમન થાય તે માટે ગાઇડલાઇન તૈયાર કરવા રાજ્ય સરકારોને આદેશ આપતા હવે ગુજરાત રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે જેને લઇને વડોદરા શહેરમાં ખાનગી ટ્યુશન,કોચિંગ ક્લાસના રાફડા ફાટી નિકળ્યા છે તેઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે રવિવારે શહેરના મધ્યમાં એક ખાનગી સ્થળે ટ્યૂશન સંચાલકોની બેઠક યોજાઇ હતી જેમાં આગામી દિવસોમાં કયા પ્રકારની ગાઇડલાઇન્સ મુજબ કામ કરવું તે અંગે ચર્ચા યોજાઇ હતી.દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજય સરકારોને કોચિંગ સ્ટડી સેન્ટરોનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સુચના આપતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે જેના કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે રવિવારે શહેરની મધ્યમાં એક ખાનગી કોચિંગ ક્લાસમાં  આશરે 150 થી વધુ ટ્યૂશન સંચાલકોની અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં આ નવા આવનારા કાનુન થી કયા  પ્રકારના બદલાવ કરવા પડશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 


આ કાર્યક્રમમાં કેતન પુરાણી, અશ્વિન પરમાર, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, રઘુવીર સર સહિતના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી કોચિંગ ક્લાસ સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી. કેવા કેવા ફેરફાર આવશે એની પણ છણાવટ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં પાછલા થોડા વર્ષોમાં તક્ષશીલા ક્લાસિસ જેવા આગના તથા  વિધ્યાર્થીઓમા આપધાતના બનાવોમાં, વિદ્યાર્થીઓમાં કેરીયરને લઈને વધુ પડતો તણાવ વિગેરે કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને એના કારણે કોર્ટોમાં થયેલી રીટ પીટીશન ના કારણે સરકાર ઉપર પણ આ અંગે કાયદો બનાવવા દબાણ વધી વધ્યું છે.  મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે ત્યારે જેમને સીધી અસર થવાની છે એવા કોચિંગ ક્લાસ એસોસિયેશન ના પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવનાર છે. આ અંગે આગામી દિવસોમાં સરકાર ને કોચિંગ ક્લાસ એસોસિયેશન રજૂઆત કરનાર છે.

Reporter: admin

Related Post