પેરિસ : ફ્રાન્સમાં ચૂંટણી પછી ભારે હિંસા,આગ ભડકી ઉઠી હતી. તોફાનીઓને કાબુમાં લેવા અશ્રુવાયુ પોલીસે છોડ્યા હતા.એક્ઝિટ પોલમાં મુસ્લિમ વિરોધી પાર્ટીની હાર પછી દેખાવકારો રસ્તા ઉપર આવી ગયા હતા.
બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ યુરોપના વધુ એક શક્તિશાળી દેશ ફ્રાંસના રાજકારણમાં પણ મોટો ઉલટફેર થયો છે. ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી, જોકે ડાબેરી ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને છે. મજબૂત ગણાતી જમણેરી પાર્ટી ત્રીજા સ્થાને રહી છે. ફ્રાન્સની સંસદમાં, જેને એસેમ્બલી નેશનલે કહેવામાં આવે છે, તેમાં કુલ 577 પ્રતિનિધિઓ હોય છે, પૂર્ણ બહુમતી માટે 289 બેઠકો જરૂરી છે.એક પણ ગઠબંધનને બહુમતી ન મળવાને કારણે ફ્રાન્સ રાજકીય અને આર્થિક ઉથલપાથલમાં ધકેલાઈ શકે છે.
આ ચૂંટણીમાં જમણેરી પક્ષને બહુમતી મળવાની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. ડાબેરી પક્ષે અત્યંત જમણેરી પક્ષની આશાઓ પર પાણી ફેરવી દીધું.9 જૂનના રોજ, ફ્રાંસના રાષ્ટ્રપતિએ સંસદીય ચૂંટણીની જાહેરાત કરી હતી.પ્રથમ રાઉન્ડના મતદાનમાં જમણેરીઓ માટે મોટી સફળતાના સંકેતો હતા. જમણેરી પક્ષના નેતા મેરી લે પેનને પૂર્ણ બહુમતી સરકારની અપેક્ષા હતી. પરંતુ હવે ત્રિશંકુ સરકાર રચાતી જોવા મળી રહી છે.એક્ઝિટ પોલમાં જમણેરી પક્ષની નેશનલ રેલી આશ્ચર્યજનક રીતે પાછળ રહી ગયા પછી સમગ્ર ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી હતી, આ સાથે જ ફ્રાન્સની ચૂંટણીઓમાં ડાબેરી પક્ષોનું વર્ચસ્વ અને જમણે જમણેરીઓનું સપનું તૂટી ગયું છે, મેક્રોન હવે કિંગ ને બદલે કિંગ મેકર બનશે.
Reporter: News Plus