દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવોને ધ્યાનમાં લઈ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દ્વારા ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે.
છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હજી તો ઉનાળાની શરૂઆતના પગલે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી ઉપર પહોંચી ગયો છે.
આવી સ્થિતિમાં વ્યક્તિને લૂ લાગવાના તેમજ હિટ સ્ટ્રોકના કેસોની સંખ્યા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દ્વારા લૂ લાગવાના તેમજ હિટ સ્ટ્રોકના કેસોની સારવાર માટે એક અલગથી હિટ સ્ટ્રોક વોર્ડ તાત્કાલિક વિભાગના પહેલા અને બીજા મળે શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા 30 જેટલા બેડ ની વ્યવસ્થા હિટ સ્ટ્રોક વોર્ડમાં કરવામાં આવી છે. તેમજ દર્દીઓના તથા સદાઓ માટે કુલર, પંખા, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બે આઈસીયુ ને પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે ત્યારે બાળકોના પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટમાં પણ હીટ સ્ટ્રોકને લઈને અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની હીટ વેવ ની આગાહીને લઈને તંત્ર સજજ બન્યું છે તેમ જ પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનો માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી હોસ્પિટલમાં હાલ ચાર દર્દીઓ એડમિટ છે તેમજ ગતરોજ વડોદરાના સાયોજીગંજ વિસ્તારમાં રહેતી 60 વર્ષિય મહિલા દર્દી શારદાબેન રામસિંગ ગોહિલ સયાજીગંજ કાલુમિયાની ચાલ ની હીટ સ્ટોક વોર્ડમાં મરણ થયું હતુ.
Reporter: News Plus