News Portal...

Breaking News :

સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય કરાટે સ્પર્ધાનું ભવ્ય આયોજન

2025-12-15 15:26:16
સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય કરાટે સ્પર્ધાનું ભવ્ય આયોજન


સગુફ્તા સૈયદ અને ઉવેઝ સૈયદ એ સાંસદ ખેલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું..



સાંસદ ખેલ સ્પર્ધા 2025 અંતર્ગત વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસીય કરાટે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સાંસદ ખેલ સ્પર્ધા 2025 હેઠળ આયોજિત આ કરાટે સ્પર્ધામાં અન્ડર-14, અન્ડર-17 તેમજ ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ અને બહેનો માટે સ્પર્ધાઓ યોજાઈ હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે.આ સ્પર્ધામાં ખાસ કરીને ઓપન એજ ગ્રુપમાં ઉવેઝ સૈયદે અને તેની બહેન શાગુફ્તા સૈયદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેરનું નામ રોશન કર્યું..


ગ્લોબલ વાડોરિયું કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયાના અબ્બાસ સૈયદ પાસે બંને ભાઈ અને ટ્રેનિંગ લઈ રહ્યા છે,આ ત્રણ દિવસીય કરાટે સ્પર્ધામાં અલગ અલગ કરાટે ફેડરેશનના અંદાજે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લીધું હતો. જે વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યે વધતી રસદારી દર્શાવે છે.સાથે જે ખેલાડીઓએ વિજય થયા છે, તેઓને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા..સ્પર્ધાનું સફળ આયોજન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા તથા કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post