જૈનોનું રાજસ્થાનમાં સાદડી મોટું તીર્થ આવેલું છે. જેમાં આજે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ વડોદરા તરફ વિહાર કરતા કરતા પધાર્યા હતા.

આ કાર્યક્રમ અંગે જૈનોની પ્રવર સમિતિની શ્રાવક સમિતિના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના મનોનીત સભ્ય તથા રત્નત્રયી આરાધના ટ્રસ્ટ ના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે સાદડી તીર્થ ખાતે ગુરુદેવે સકલ વિશ્વના વ્યાપેલી અશાંતિને દુર કરવા અને સકલ વિશ્વનું કલ્યાણ કરવા માટે જૈનોનું મહત્વનું ઉવવસગરં યંત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ અંગે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે ઉપસ્થિતિ સંઘ સમક્ષ વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે આપડે પહેલા આ રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું પડશે. દરેક જૈન પોતાની રાષ્ટ્રભક્તિ જગાવે અને એના માટે કામ કરવા હાકલ કરી હતી. આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષા થશે તોજ ધર્મ ટકશે.

દરમિયાનમાં આજે સંક્રાંતિ મહોત્સવ માં યુનિવર્સિટી ના પુર્વ સેનેટ સભ્ય દીપક શાહે યુનિવર્સિટીના જૈન એકેડેમી કોર્સ ના સિલેબસ માટે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે એક પુસ્તક લખ્યું છે હવે બીજું એક પુસ્તક લખવા માટે યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર પ્રો. ધનેશ પટેલ તથા આર્ટ્સ ફેકલ્ટી ના ડીન પ્રો કલ્પના ગવળી વતી વિનંતી કરી હતી.આ પ્રસંગે ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી આદીઠાણા -૩ તથા સાધ્વીજી આદી ઠાણા-૭ ને સાદડી તીર્થ માં ચાતુર્માસ માટે સ્વિક્રુતી આપતા સાદડી સંઘના શ્રાવક શ્રાવિકાઓ ભાવ વિભોર થઇ નાચી ઉઠયા હતા. ત્યારબાદ ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી તથા આનંદઘનસુરી સમુદાય ના ઉપાધ્યાય દિવ્યચંન્દ્ર વિજયજી , ધર્મબોધિ વિજયજી જૈન મુનિ મહાભદ્ર વિજયજી મહારાજે પણ ખૂબ જ પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું.
આજના કાર્યક્રમમાં
રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ, પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવત, સાદડી સંઘના પ્રમુખ પોપટલાલજી સુંદેશા, સુરતના રાજેન્દ્ર બાગરેચા,મનોજ કોચર સહિત ભક્તો આખા ભારતભરમાંથી મોટી સંખ્યામાં જોડાયા હતા અંતે સંક્રાંતિ ભક્ત વિજુભાઈ કોચરે સંક્રાંતિ ભજન સંભળાવ્યું હતું.






Reporter: admin