ગુજરાતની કોયલડી બિરુદ પ્રાપ્ત જાણીતી ગાયિકા કૈરવી બુચ પોતાના મધુર સ્વરોથીમાં શક્તિની આરાધનાનો કરાવી રહી છે.

“વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રી”માં ખેલૈયાઓને ગરબા રમવા માટે ઉત્તમ સુવિધાઓ સાથે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ખાસ યુવાઓમાં લોકપ્રિય કૈરવી બુચના સંગીત સાથે ગત વર્ષથી ગરબા રંગ જામે છે, આ નવરાત્રીમાં પ્રથમ વખત વડોદરામાં ડી એન્ડ બી ઓડિયો ટેક્નિક સાઉન્ડ સિસ્ટમ દ્વારા ખેલૈયાઓને અનોખો સંગીત અનુભવ અપાઈ રહ્યો છે. સાથે સાથે નારી શક્તિ માટે સી.સી.ટી.વી. કવરેજ સાથે સુરક્ષિત વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.આ નવરાત્રી વડોદરા શહેરને ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિ સાથે પરિચિત કરાવી રહી છે. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓના વિશેષ સ્ટોલ પણ કાર્યરત છે.

આજ રોજ ૨૦ હજાર થી વધુ ખેલૈયાઓ વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રી ખાતે માં શક્તિની આરાધનામાં જોડાયા હતા. જેમાં અતિથી વિશેષ તરીકે ગુજરાતી ફિલ્મ અદાકારા સોનાલી લેલે દેસાઈ, રાઇટર અને ડાયરેક્ટર રોહિત પ્રજાપતિ, સુચિત્ર પારેખ, નીના અરોરા, વિનય કુમાર લાઠી જનરલ મેનેજર એન્ડ જોનલ હેડ બેંક ઓફ બરોડા, લક્ષ્મીકાંત જી, ડી જી એમ, ગિરીશ મનશાની સાથે બીઆરજી ગ્રુપના ચેર પર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા, બીઆરજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ, ડિરેક્ટર શ્વેતા ગુપ્તા, વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ના સીઈઓ રાગી પટેલ, ઊર્મિ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.








Reporter: admin







