વિશ્વભરમાં અત્યારે લડાઈ ઝઘડા અશાંતિ અને ડરનો માહોલ છે ત્યારે વૈશ્વિક શાંતિ થાય તેવા શુભ આશયથી શાસ્ત્રોકત વિષ્ણુ યાગનું ભવ્ય કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આવનારા બે વર્ષ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખુબ ખરાબ પરીણામ આપે તેવા છે તેનાથી બચવા સનાતન ધર્મ માં વિષ્ણુયાગનું અનેરુ મહત્વ બતાવવામાં આવ્યું છે આ કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે તેથી યુનિવર્સિટી ના પુર્વ મેનેજમેન્ટ ના હેડ પ્રો ઉમેશ ડાંગર વાલા પરિવાર દ્વારા શાસ્ત્રોયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિષ્ણુ યાદ કરવા માટે આચાર્ય મનીષભાઈ શાસ્ત્રીજી 21 ભૂદેવ સાથે પધાર્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપૂર્ણ સમજાવીને હવનકુંડમાં અગ્નિ પ્રગટાવી વિશેષ પૂજા સામગ્રી દ્વારા વિશ્વ યાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર અમિત પંડ્યા ,ડો.માનસી કોઠારી ,દીપ શાહ , વૈષ્ણવ અગ્રણી બકુલભાઈ શાહ, હિતેશ શાહ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યુનિવર્સિટીના અધ્યાપકો તથા પત્રકાર મિત્રો જોડાયા હતા અને શ્રીફળ હોમી અને મંગલ આરતી ઉતારી ભૂદેવો ના આશિર્વાદ લીધા હતા એમ ઉમેશ ડાંગર વાલા એ જણાવ્યું હતું.



Reporter: admin







