ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર થયા, ઘર આંગણે લાભાર્થીઓને સહાય પણ મળી
વિકાસ સપ્તાહની ઊજવણી અંતર્ગત વડોદરા જિલ્લામાં વિકાસ રથ દરરોજ નવા-નવા ગામડાઓમાં પહોંચીને પરિભ્રમણ કરી રહ્યો છે, ત્યારે છઠા દિવસે આ રથે વાઘોડિયા તાલુકામાં પરિભ્રમણ કર્યું હતું. સવારે વ્યારામાં આવી પહોંચેલો વિકાસ રથ સાંજે કોટંબી ગામે પહોંચ્યો હતો.

કોટંબી ગામે પહોંચેલા વિકાસ રથનું ઉપસ્થિત મહાનુભાવોએ કુમકુમ તિલક કરીને અને સ્વસ્તિક દોરીને હિંદુ સંસ્કૃતિની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પ્રારંભિક ઔપચારિકતા બાદ સૌએ વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતે પ્રાપ્ત કરેલ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓને વર્ણવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. સાથે જ ઉપસ્થિત સૌ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા સંકલ્પબદ્ધ થયા હતા.વિકાસ રથ થકી કોટંબીના ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી હતી. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કેટલાક લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, આ અવસરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા વ્યક્તિગત પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સૌએ સરકારનું આભાર માન્યો હતો અને બીજા લોકો ને પણ સરકાર દ્વારા ચાલતી વિવિધ લાભોનુ લાભ લેવા માટે જણાવ્યું હતું.
ઉપસ્થિત સૌ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા સંકલ્પબદ્ધ થયા હતા. પછી ગ્રામસભા યોજાઈ હતી જેમાં લોકોના પ્રશ્નોનું સભાસ્થળે જે તે વિભાગ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.આ સાથે જ કાર્યક્રમ સ્થળના પરિસરમાં આઈ. સી. ડી. એસ. શાખા તરફથી પોષણ જાગૃતિ માટે સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. તથા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિલેશ પુરાણી અધ્યક્ષ કારોબારી સમિતિ જીલ્લા પંચાયત, રેશ્મા વસાવા જીલ્લા પંચાયત સભ્ય, દક્ષેશ મકવાણા નાયબ કલેક્ટર, હિતેન્દ્ર ગોહિલ મામલતદાર, દીપેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહીત અન્ય આગેવાનો અને આરોગ્ય શાખાના કર્મયોગીઓ, તાલુકા વહીવટી તંત્રના કર્મયોગીઓ, આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







