News Portal...

Breaking News :

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધોળે દિવસે એક સરકારી અધિકારીનું અપહરણ

2024-06-26 23:20:29
 રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધોળે દિવસે એક સરકારી અધિકારીનું અપહરણ




ગાંધીનગર : સરકારી અધિકારી રજા પર ગાંધીનગર ખાતે તેમના ઘરે પહોંચ્યા હતા. આ પછી તેઓ કોઈ કામના સંદર્ભે હિંમતનગર જવા નીકળ્યા હતા. તે ગિયોડ પાસે પહોંચ્યા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો એ રૂ. 50 લાખની રકમ ખંડણીપેટે માગી હતી. અપહરણકર્તાએ એ અધિકારીને મહેસાણા અને ગાંધીનગરની આસપાસ ફરાવતા રહ્યા. પચાસ લાખ રુપિયાની આપવા પણ જણાવ્યું અને એમ નહીં કરવાથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 



જોકે, આ હાઈ પ્રોફાઈલ કેસમાં પોલીસની એન્ટ્રી પછી પછી અધિકારીને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હતા. અધિકારીની ઓળખ રમણલાલ વસાવા તરીકે કરવામાં આવી છે.





ગાંધીનગર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને બપોરે 1.30 કલાકે અપહરણ અંગે બાતમી મળી હતી. જે બાદ પોલીસે ચિલોડાથી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે અપહરણકારોને શોધવા માટે તેમના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. આ સાથે પોલીસે અપહરણકારોની કાર રોકીને અધિકારીને મુક્ત કરાવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને અપહરણકર્તા, રોહિત ઠાકોર અને બુધા ભરવાડની ધરપકડ કરી લીધી છે.

Reporter: News Plus

Related Post