* ભારત દેશના રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સીએપીએફ, પોલીસદળોના ૫૪ જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
* ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત ૮૦૦ કલાકારો દ્વારા લોહપુરુષ નમસ્તુમ્યમ પર ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરતી અવિસ્મરણીય કૃતિ રજુ કરી હતી.
* સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે બે હેલિકોપ્ટરો દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને ભાવવંદના કરી હતી.
* બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદેમાતરમ ગીતની રચનાના ૧૫૦ વર્ષના અવસરે ૧૦૦ જેટલા સંગીતકારોએ તાસા, શરણાઈ, કરતાલો સાથે પ્રદર્શન રજુ કર્યું હતું.
* સીઆઈએસએફની મહિલા વિરાંગાનાઓએ સાહસ અને શૌર્ય કૃતિ પ્રસ્તુત કરી હતી.
* CRPF ના મહિલા કર્મચારીઓ માર્શલ આર્ટ્સ અને નિઃશસ્ત્ર લડાઇ કવાયતોનું પ્રદર્શન કર્યુ હતું. હથિયાર વિના યુધ્ધમાં વિજય મેળવી શકાય તે માટે સેવા અને નિષ્ઠાના ભાવ સાથે દિલધડક કરતબો રજુ કર્યા હતા. જેમાં ૩૬ પુરુષ અને ૬ મહિલાઓએ ભાગ લીધો હતો.
* ભારતીય વાયુસેનાના નવ વિમાનો દ્વારા ઓપરેશન સૂર્યકિરણ એર શોનું અદ્દભુત પ્રદર્શન રજુ કર્યું હતું. નવ ઝાંબાજ પાયલોટોની ટીમે આકાશી કરતબો રજૂ કરી સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપી હતી.



Reporter: admin







