News Portal...

Breaking News :

કાર ભાડે લીધા બાદ ગીરવે મુકી ઠગાઈ કરનાર ફરાર આરોપી ઝડપાયો

2025-01-29 16:26:45
કાર ભાડે લીધા બાદ ગીરવે મુકી ઠગાઈ કરનાર ફરાર આરોપી ઝડપાયો


વડોદરા ફરીયાદીની બલેનો ફોરવ્હીલ ગાડી સેલ્ફ ડ્રાયવિંગના બહાને ભાડેથી મેળવી કાર કે ભાડું નહીં આપી ફરીયાદીની જાણ બહાર ગાડીને બારોબાર ગિરવે મુકી ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા રીઢા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો હતો. 


શહેરના મિલ્કત સંબધી ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર આર.જી. જાડેજા તેમજ પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી. તુવરની દોરવણી હેઠળ તેઓની ટિમના માણસો 1 સાથે નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન સને ૨૦૨૪માં હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને ઠગાઇના ગુનામાં સંડોવાયેલ આરોપી તુષારકુમાર હિતેન્દ્ર પાટણવાડીયાનો ગુનો રજી. થયા બાદ ફરાર થઇ ગયેલ આરોપીની જે તે વખતે તપાસ કરવા છતા મળી નહી આવતા આરોપીને નાસતો ફરતો આરોપી જાહેર કરેલ. 


તપાસ ટીમે ટેક્નીકલ હ્યુમન સોર્સીસ આધારે કરેલ તપાસ દરમ્યાન નાસતો આરોપી હાલ માણેજા ક્રોસીગ પાસે વિનાયક પેરેડાઇઝ ખાતે રહેતો હોવાની માહીતી મળતા ટીમે નાસતા ફરતા આરોપી અંગે ટીમે ખાનગી રાહે વોચ તપાસ કરતા આરોપી તુષારકુમાર હિતેદ્ર પાટણવાડીયા (મુળ રહે. હરીપુરા ગામ તા.પલસાણા, જી.સુરત)ને માણેજા ક્રોસીંગ ખાતેથી શોધી પકડાયેલ આરોપીને આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. 

Reporter: admin

Related Post