ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં 60 વર્ષ થી ઉપરની આયુ ધરાવતા વૃદ્ધ લોકોના મેડિકલ ચેકઅપ કરી તેઓને કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ કે કોઈ વિકલાંગતા હોય તો તે અંતર્ગત વિકલાંગતા સાધન સહાય આપવાના ઉમદા હેતુ સાથે નિરામય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે શુક્રવારે સવારે 09:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યાના સમયગાળા દરમિયાન હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે હાલોલ વિધાનસભા મત વિસ્તારનો એટલે કે હાલોલ,જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાનો વૃદ્ધો માટેનો નીરામય મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે મેડિકલ ચેકઅપ કેમ્પમાં હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના 650 થી 700 જેટલા વૃદ્ધ લોકોનું વિકલાંગતા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં આજે સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં સૌથી વધુ જાંબુઘોડા તાલુકાના 300 જેટલા વૃદ્ધોએ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું

જેમાં આ તમામ વૃદ્ધોને જાંબુઘોડાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે વાહનોમાં લાવવા લઈ જવા માટેની તમામ જવાબદારી પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંક દેસાઈ તેમજ જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ દ્વારા નિભાવવામાં આવી હતી જેમાં સતત જાંબુઘોડા તાલુકા સહિત પંથકમાં સેવાકીય કાર્યોમાં કાર્યરત રહેતી પિતા પુત્રની આ બેલડીએ આજે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સતત ખડે પગે હાજર રહી જાંબુઘોડા તાલુકાના અંદાજે 300 જેટલા વિવિધ પ્રકારની નાની મોટી ખોડ ખાપણ ધરાવતા તેમજ અન્ય શારીરિક તકલીફો ધરાવતા વૃદ્ધોનું મેડિકલ ચેક અપ કરાવ્યું હતું જેમાં આગામી 1લી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આજે ચેકઅપ દરમિયાન વિવિધ કોડ ખાપણ ધરાવતા વિકલાંગ વૃદ્ધોને વિવિધ સાધન સામગ્રી જેમાં કાનના મશીન, વ્હીલ ચેર, દાતના ચોકઠા,કાખ ગોડી આંખના ચશ્મા જેવી વિકલાંગતેમાં મદદરૂપ થતી ચીજ વસ્તુઓની સહાયનું વિનામૂલ્ય આગામી કાર્યક્રમોમાં વિતરણ કરવામાં આવશે તેવી માહિતી મળવા પામેલ છે

જેમાં આજના કાર્યક્રમમાં હાલોલ આરોગ્ય વિભાગ,તાલુકા પંચાયત અને હાલોલ મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Reporter: admin







