વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી...
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ ઓપરેશન. જેમાં મધ્ય ગુજરાતમાંથી દર્દીઓ આવતા હોય છે. SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. ઑપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો હતો. જોકે વહેલી સવારે આગનો બનાવ બનતા ઓપરેશન થિયેટરમાં કોઈ ના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ફાયર ના સાધનો કાર્યરત છે કે નહીં તેવી એક મોટો સવાલ છે? રાજકોટ અગ્નિકાંડનાં પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ. હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે OTના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે ACમાં બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ.ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ SSG હોસ્પિટલમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી.
Reporter: News Plus