વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરીકોને મદદરુપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે.

ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમીન પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા જરૂરિયાતમંદ બાળકોને વિના મુલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.જયપ્રકાશ સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન નીશિધ દેસાઈ,સયાજીગંજી વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા વોર્ડ નંબર ૯ના ભાજપના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, વોર્ડ નંબર ૯ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલરો પૂર્ણિમાબેન આયરે, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લાલાભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં તાજેતરમાં જ ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાનાં પરિણામમાં ઉત્કૃષ્ટ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા 500 જેટલા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સ્મૃતિચિન્હો તથા ભેટ આપીને સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે વિધવા બહેનો, દિવ્યાંગજનો તથા જરૂરિયાતમંદ પરિવારના આશરે 10,000 બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાયું છે.





Reporter: admin







