ડભોઇ : દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ તાલુકાના નીચાણ વાળા ગામોને અસર થઈ છે.
ડભોઇના બનૈયા ગામનો નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો છે.અનેક મકાનોમાં પાણી પ્રવેશી ચુક્યા છે.કેટલાક રહેવાસીઓ સલામત સ્થળે ખસ્યા હોવાની માહિતી છે.તો કેટલાક લોકોને ઝાડ ઉપર રાત વિતાવવાનો આવ્યો વારો હતો.
બનૈયા ગામનું એક પરિવાર ઝાડ પર ચઢી રેસ્ક્યુની રાહ જોઈ રહ્યું છે. છ લોકો હજુ પણ ઝાડ ઉપર જીવના જોખમે તંત્રની રાહ જોઈ રહ્યું છે.જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે.મામલતદારનો સંપર્ક કરતા બચાવ કામગીરી હાથ ધરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
Reporter: admin