વડોદરા: શહેર પોલીસ દ્વારા વધુ એક વાહન ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે.
લબરમુછીયો વાહન ઉઠાવગીર ત્રણ મહિનાથી ચોરી કરેલી બાઈક લઈ ફરતો હોવાની વિગત ખૂલી હતી.પાણીગેટ વિસ્તારમાં અજબડી મેલ પાસેથી પોલીસે મોટરસાયકલ લઈ પસાર થતા એક યુવકને રોકી બાઈકના કાગળ માંગતા તેની પાસે માલિકીના પેપર્સ મળી આવ્યા ન હતા. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે ત્રણ મહિના પહેલા કમાડી બાગ પાસેથી ચોરી હોવાની વિગતો કબૂલી હતી.
પોલીસે મોહમ્મદ કેપ અબ્દુલ્લા રઝાક પઠાણ(રોશન નગર, નવા યાર્ડ) ની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં તેણે પાર્કિંગમાં મૂકેલી મોટરસાયકલના હેન્ડલનું લોક તોડીને બાઈક ચોરી હોવાનું હોવાનું જણાવ્યું હતું.
Reporter: admin







