વડોદરા: સુરત અમદાવાદ હાઈવે ઉપર આવેલ વાઘોડિયા બ્રિજ ઉપરથી આજે વહેલી સવારે એકટીવા ઉપર જઈ રહેલા ભાઞલે દંપતી આઇસર ટેમ્પાની ટક્કરનો અકસ્માત નડતા દંપત્તિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજયું હતું. જ્યારે અકસ્માત બાદ ટેમ્પા ચાલક ટેમ્પા ને ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો.
કપુરાઈ પોલીસ અકસ્માતના બનાવ ને પગલે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દંપત્તિ ના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને પતિ પત્ની નોકરિયાત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રીંગરોડ ઉપર આવેલ આદિત્ય પાર્ટી પ્લોટ ની સામે આદિત્ય ઓર્બીટ માં લલિતભાઈ ભાગલે ઉંમર વર્ષ 36 તથા તેમના પત્ની રાજુલા લલિતભાઈ ભાગલે ઉંમર વર્ષ 34 દંપત્તિ રહેતા હતા. અને બંને પતિ પત્ની નોકરી કરતા હતા. પતિ લલિતભાઈ ભાગલે એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે તેમના પત્ની રાજુદા ભાગલે શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. આજે વહેલી સવારે તેમના પત્નીને નોકરી ઉપર સ્કૂલે જવાનું હોવાથી સવારે 6:00 વાગ્યાની આસપાસ એકટીવા ઉપર તેમના પત્ની ને પતિ મુકવા માટે જતા હતા. આ દંપત્તિ એકટીવા ઉપર સુરત- અમદાવાદ હાઈવે પરના વાઘોડિયા બ્રિજ પરથી પસાર થતા હતા. તે વખતે આઇસર ટેમ્પા ચાલાકે ભાગલે દંપતીની એકટીવાને અડફેટમાં લીધી હતી. જેમાં એકટીવા સવાર પતિ પત્નીને શારીરિક ગંભીર ઇજાઓ થઈ હતી. જેના કારણે પતિ પત્નીના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજયા હતાં .
અકસ્માતના બનાવ બાદ ટેમ્પા ચાલક ટેમ્પાને ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવને પગલે કપુરાઈ પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. દરમિયાન એલ એન્ડ ટી કંપનીના અન્ય કર્મચારીઓ આ રોડ ઉપરથી પસાર થતી થતા હોય તેઓ પણ અકસ્માતને પગલે ઉભા રહ્યા હતા. અને રોડ ઉપર પડેલા મૃતદેહોને જોતા એલ એન્ડ ટીના કર્મચારી હોવાની પ્રાથમિક પોલીસને જાણ થઈ હતી. જોકે પોલીસે અકસ્માત મોતના બનાવ સંદર્ભે ટેમ્પો કબ્જે કરીને ટેમ્પા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માં માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દંપતી મૂળ મહારાષ્ટ્ર નું હોવાથી આ બનાવની જાણ મહારાષ્ટ્ર ખાતે રહેતા તેમના સઞા સંબંધીને કરવામાં આવતા સંબંધીઓ મહારાષ્ટ્ર થી વડોદરા આવવા માટે નીકળી ગયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Reporter: admin







