વડોદરા : શહેરમાં લક્ષ્મીપુરા ગામ ખાતે રહેતા સ્વ. નિતેશ અરવિંદ જારીયા ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને રૂપિયા 4.05 લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં હોમગાર્ડમાં ફરજ દરમિયાન સ્વ. નિતેશ અરવિંદ જારીયા હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામેલા હતા. આ હોમગાર્ડ જવાનના પરિવારને 24 કલાકમાં ₹4.05 લાખના ચેક અર્પણ કરી અવસાન પામેલ પરિવારને આર્થિક સહાય કરી છે. આ ઘટનાથી શોકમાં ગરકાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા. ગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર સ્વ. નિતેશકુમાર અરવિંદ જારીયા જવાનનું હાર્ટ એટેક આવતા કરુણ અવસાન થયું હતું. આ આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જોકે, સરકારે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી હતી. આજે સવારે જ ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ મૃતક જવાનના પરિવારની મુલાકાત લીધી હતી .જિલ્લા હોમગાર્ડઝ કચેરી વડોદરા શહેર સ્વ. નિતેશકુમાર અરવિંદ જારીયાનાઓનું અવસાન થતા હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી તેમને સરકાર દ્વારા મળવાપાત્ર રૂપિયા 4.5 લાખનો ચેક અર્પણ કર્યો હતો .

સરકારી અધિકારીઓ દ્વારા સાંત્વના અને ખાતરી આપી હતી.ગાંધીનગરથી આવેલા ગાંધીનગર SSO મનીષ ત્રિવેદી,ઓફીસર કમાન્ડીગ
હોમગાડઝ યુનિટ ઝોન-બી વડોદરા ગૌરાંગ જોશી,ભાજપના શહેર ભાજપ કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, સહિતના અધિકારીઓએ પરિવારજનો સાથે વાતચીત કરી, તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને ખાતરી આપી કે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર તેમની પડખે ઊભી રહેશે. સ્વ. નિતેશ જારીયાના
પરિવારજનોગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશીએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. રાજેશ આયરે પણ આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




Reporter: admin







