શહેરના પ્રતાપનગર વિજય સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મોતીભાઈ શાહ સિધ્ધનાથ રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં કપડા વાસણ વેચાણનો વ્યવસાય કરે છે.

જ્યાં ગત તા.૩૦મીએ બપોરે ઈરફાન ઉર્ફે રાજા પઠાણ આવી પહોંચ્યો હતો અને જણાવેલ કે અગાઉ તું એ મને જેલમાં મોકલ્યો હતો. તેનુ ખર્ચો પાણીના રૂ. ૫૦ હજાર આપ. જેથી દિનેશભાઈએ રૂપિયા આપવાની ના પાડતા ઈરફાન અને તેની સાથે આવેલા બે અન્ય ઈમસોએ દિનેશભાઈને પકડી રાખ્યા હતા અને ઈરફાને દિનેશભાઈને માર માર્યો હતો. તદુપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપિયા કાઢી લઈને જતા જતા દિનેશભાઈને ધમકી આપી હતી કે, પાંચ તારીખ કો પાંચ બજે આઉંગા પચાસ હજાર રૂપયે તૈયાર રખના વરના તેરા ગલા કાટ દૂંગા.
જેથી દિનેશભાઈને ઘટનાની જાણ નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઈરફાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. શહેર પોલીસની જાણ કોઈ બીક જ ના હોય તેમ આવા અસામાજિક તત્વો પોતાની ધાક જમાવવા માટે સમાજમાં ભયનો માહોલ ઉભો કરી કરતા નવાપુરા પોલીસ મથકે કરતા પોલીસે ઈરફાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે નવાપુરા પોલીસે ઈરફાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
Reporter: admin