વડોદરા જિલ્લાના શિનોર ખાતે ધોધમાર વરસાદ ખાબકતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે જોખમી બન્યું. રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા એક કાર તરવા લાગી અને બાદમાં પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઇ ગઈ હતી.જેને બહાર કાઢવા માટે JCB મંગાવી પડી. JCBની મદદથી કારને બહાર કાઢવામાં આવી.આ મામલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો.
વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી વાતાવરણ સર્જાયું વ્હહે.કાળા ડિબાંગ વાદળો ધેરાઇ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ બીજી જ તરફ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.આવી જ સ્થિતિ વડોદરા જિલ્લાના શિનોરમાં જોવા મળી રહી છે. કે જ્યાં શિનોર રેલવે ગરનાળું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે.શિનોરમાં ધોધમાર વરસાદને લઈ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા.
આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકને ગરનાળાના પાણીનો અંદાજો ન આવતા ગરનાળું પસાર કરવાની કોશિશ કરતા વેગેનાર કાર ગરનાળામાં તરતી થઇ હતી. જેના બાદમાં કારને બહાર કાઢવા ગામના લોકો દ્રારા JCB મશીન બોલાવવામાં આવ્યું હતું. રેલવે ગરનાળામાં અંદાજિત 8 ફુટ ઉંડા પાણી ભરાતાં વેગેનર કાર તરતી થયા બાદ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.જેના બાદમાં વેગેનર કારને JCB મશીનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે, અવાર નવાર રેલ્વે ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.જવાબદાર તંત્ર સામે સ્થાનિક રહીશોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સાથે જ ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી.
Reporter: admin