વડોદરા : દિવાળીપુરા કોર્ટની સામે પેટ્રો કેમિકલના ટ્રેડિંગનો ધંધો કરતા વેપારીને અન્ય વેપારીઓ સહિત આઠ લોકો દ્વારા રૂપિયાની લેતીદેતીના મામલે તેના ઘરમાં જ ગોંધી રાખીને લાકડી પટ્ટા વડે ઢોર મારવામાં આવ્યો હતો. ઉપરાંત તેની પેન્ટ ઉતાર્યા બાદ તેનો વિડીયો બનાવ્યો હતો. જો તું રૂપિયા નહીં આપે તો તારો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશું તેવી ધમકી આપી હતી. જેથી વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ મુંબઈના અને હાલમાં વાસણારોડ પર નીલાંબર સર્કલ પાસે સ્કાયલાઈનમાં રહેતા મનિશ ભુપતરાય મહેતાએ ફરિયાદ નોંધાવી છે કે દિવાળીપુરા કોર્ટની સામે સમ્યક સ્ટેટ્સમાં ઓફીસમાં પેટ્રોકેમીકલનું ટ્રેડીગનો વેપાર કરું છું. ગત 22 એપ્રિલના રાત્રીના આશરે સાડા દશેક વાગે હું જમીને મારા પરે ફ્લેટમાં મારા લેપટોપ ઉપર મારું કામ કરતો હતો. તે વખતે મારા ફલેટના દરવાજાનો બેલ વાગતા મેં દરવાજો ખોલતા સામે અમારો માલ લેનાર રાજેશ ખંડેલવાલ સહિત ચારેક વ્યક્તિ ઉભા હતા. ખંડેલવાલની ઓફીસમાં કામ કરતા ઈરફાન તેમજ બીજા બે ઈસમો સહિત ચાર જણાએ મને પકડી બેડરૂમમાં લઈ ગયા હતા. મારો ફોન લઈ લીધા બાદ રાજેશ ખંડેલવાલ મારી ઝાંઘ ઉપર બેસી અને કહેવા લાગેલ કે, મારા ધંધાના બાકી નિકળતા રૂપિયા કેમ નથી આપતો? તેમ કહી મને ગાળો બોલી અને બે-ત્રણ ઝાપટો ગાલ ઉપર માર્યા હતા. ત્યારબાદ તું તારા જમાઈ, તારા છોકરા તથા તારી પત્નિને અત્યારે જ બોલાવ નહીંતો તને જીવતો છોડીશું નહીં.
રાજેશ ખંડેલવાલે પેટ્રો કેમિકલ્સનો સપ્લાય કરનાર સૌરભ ભાટીયાને ફોન કરીને કહેલ કે મનીશ મહેતા કો હમને પકડલીયા હૈ, હમ ઉસકો છોડેંગે નહી. મને વાત કરાવતા મેં સૌરભ ભાટીયાને હું આવતી કાલે ત્રણ લાખ રૂપિયા રાજેશને આપવાનો છું અને બાકીના રૂપિયા દસ બાર દિવસની અંદર આપી દઈશ તેમ કહ્યું હતું. તેણે વિપુલ જૈનને ફોન કરેલ અને કહેલ કે, મનીષ કો પકડ લીયા હૈ જેથી આ વિપુલ જૈનએ તું મનીષને પકડી રાખ હું આવું છું તેમ કહિ તે રાત્રીના આશરે બે-એક વાગે આ વિપુલ જૈન અને તેની જોડે એક છોકરો આવેલ આ વિપુલ ફેંટ માર્યા બાદ કડાથી મારા માથામાં હુમલો બાદ બેલથી સપાટા માર્યા હતા. રાજેશ તથા ઈરફાન, વિપુલ અને વિપુલની જોડે આવેલ છોકરો અને બીજાએક ઇસમે મારૂ પેન્ટ ઉતારીને મારો વિડિયો બનાવ્યો હતો અને જો તું પૈસા ન આપે તો આ તારો વિડિયો સોશિયલ મિડીયા ઉપર વાયરલ કરીશું તેવી ધમકી આપવા લાગ્યા હતા. ત્યારબાદ લાકડીથી મને મારવા લાગેલ ત્યાર બાદ આ રાજેશ તથા ઈરફાન તથા વિપુલ અને તેની સાથે આવેલ અન્ય ઈસમો મારી તેમજ મારા ઘરની ચાવી લઈને જતા રહ્યા હતા. ગોત્રી પોલીસે વેપારીની ફરિયાદના આધારે 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin