News Portal...

Breaking News :

છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે.: કાજલ મહેરિયાના માતા

2026-04-21 10:18:51
છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે.: કાજલ મહેરિયાના માતા


મહેસાણા : ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નને લઇને મોટો વિવાદ ઉભો થયો છે, ત્યારે કાજલ મહેરિયાના માતા શારદાબેનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. 


તેમણે જણાવ્યું કે, દીકરીને પરત લેવા માટે પરિવાર અને સમાજના લોકો શેરથા ગામે ગયા હતા. શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્કેરીને કાઢી મૂકાયા હતા.આ સાથે જ તેમણે આક્ષેપ કરતાં કહ્યુ કે, એ છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે. છોકરાનો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે ગેમ રમી રહ્યો હોવાનો તેમનો આક્ષેપ છે. તેમણે દલિત સમાજ અને અઢારે આલમને ન્યાય અપાવી રસ્તો કાઢવા અપીલ કરી છે.કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર લગ્ન કરી લેતા તેના ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમાજને મદદ માટે વિનંતી કરી હતી. જે બાદ કાજલ મહેરિયાના પરિવારજનો સાસરીમાં પહોંચ્યા હતા. 


સમાજના આગેવાનો સાથે કાજલની સાસરી શેરથા પહોંચ્યા હતા. જ્યારે મામલો ઉગ્ર બનતા સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી.યુવકના પરિવારજનનું નિવેદન છે કે, કાજલ- અલ્પેશે કોર્ટ મેરેજ કર્યા છે. છેલ્લા 8 મહિનાથી તેઓ જોડે રહે છે. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી.કાજલ મહેરિયાના ભાઈ સંદીપ મહેરિયાએ પોસ્ટ કરીને લખ્યું કે, ગુજરાતના સિંગર કાજલબેન મહેરિયાએ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કર્યા છે. સમાજ કે પરિવારને જાણ નથી. જેથી આ સમાજ તથા 18 આલમ મહેરિયા પરિવારને સપોર્ટ કરવા વિનંતી.

Reporter: admin

Related Post