વડોદરા : શહેરમાં સતત પેટ્રોલિંગ રાખી ચોરીના રીઢા ગુનેગારો તથા નશેડીઓ ઉપર વોચ રાખવામાં આવે છે. તેમની ઉપર સતત્ત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
વડોદરા એસ.ઓ.જી.ના ગજેન્દ્રસિંહ ને અગત બાતમીદાર રાહે બાતમી મળેલ કે, " અગાઉ ચોરી,પ્રોહીના કેસોમા પકડાયેલ અને હાલમા ભાયલી બસ સ્ટેન્ડ પાસે રહેતો અર્જુન કનુભાઇ માળી અકોટા રોડ, સેલ પેટ્રોલ પંપ સામે રોડ ઉપર શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા રંગની હોન્ડા એકટીવા લઈને ઉભો છે." જે બાતમીની જગ્યાએથી એક નાંબર પ્લેટ વગરની કાળા કલરની હોન્ડા એકટીવાસાથે અર્જુનઉર્ફે દેવો કનુભાઇ માળી, રહે. ભાયલી ગામ, બસ સ્ટેન્ડ પાસે, ફુટપાથ ઉપર, વડોદરા શહેર નાનો મળી
આવેલ જેની પુછપરછ કરી તપાસ કરતા સદર હોન્ડા એકટીવા આરોપીએ આશરે બે દિવસ પહેલા સયાજીગજ, વાણીજય ભવનના પાકીગમાથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ તથા તેની પાસેના એક સેમસંગ ગેલેક્ષી S22 મોબાઇલ ફોન બાબતે પુછતા મોબાઇલ ફોન ગઇકાલે ઇટોલા ગામમાા આવેલ ભગારના ગોડાઉન માથી ચોરી કરેલ હોય જેથી સદર આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી વધુ તપાસ અથે અકોટા પોલીસ સ્ટેશન ખાતે સોપવા આવેલ છે.
Reporter: News Plus