News Portal...

Breaking News :

ગુલાબપુરાના ૫૪ વર્ષીય ખેડૂત છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતીથી સારો આર્થિક લાભ મેળવી રહ્યા છે

2025-01-31 15:36:05
ગુલાબપુરાના ૫૪ વર્ષીય ખેડૂત છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતીથી સારો આર્થિક લાભ મેળવી રહ્યા છે


સાંપ્રત સમયમાં સમગ્ર રાજય અને દેશમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આપણે  વાત કરવાની છે 


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુલાબપુરા(અલવા)ના ૫૪ વર્ષીય પ્રાકૃતિક કૃષિ કરતા જીવનભાઇ રાયસીંગભાઇ જાદવની. તેઓ ૨૦૧૮થી તેમની પાંચ વીઘા જમીનમાં ગાય આધારિત કુદરતી ખેતી કરી રહ્યા છે. તેઓ ઘઉં, ચણા, વિવિધ શાકભાજી અને લસણ જેવા મસાલા ઉગાડે છે. જંતુનાશકો અને રાસાયણિક ખાતરો વિનાની ખેત પેદાશો તેઓ પોતાના ગામમાં વેચાણ કરીને સારી વાર્ષિક આવક મેળવે છે. પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા પછી પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો આવવા સાથે લાખો રૂપિયાની કમાણી થકી આર્થિક રીતે સદ્ધર પણ બન્યા છે.પોતાનું ઉદાહરણ આપીને અન્ય ખેડૂતોમાં પ્રાકૃતિક  ખેતી વિશે જાગૃતિ ફેલાવે છે. 


જીવનભાઇ રાયસીંગભાઇ જાદવે જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકારના ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટના સઘન-પ્રયાસો દ્વારા આજે ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.હું પણ વર્ષોથી આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છું આત્મા પ્રોજેકટના અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને નિષ્ણાતો પાસેથી માહિતીપ્રદ સલાહ મેળવી પોતાની ખેતીમાં અમલ કરે છે, જેનાથી તેને ફાયદો થાય છે.ગુલાબપુરા (અલવા) ના જીવનભાઈ જાદવે કહ્યું કે, ૨૦૧૮થી પોતાની પાંચ વિઘા જમીન પર જીવામૃત, બીજામૃત, આચ્છાદનનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. કુદરતી ખેતી ખર્ચ પણ ઘટાડે છે, જેનાથી કમાણીમાં સીધો ફાયદો થાય છે. પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને સ્થાનિક અર્થતંત્રો માટે તેના અસંખ્ય ફાયદાઓને કારણે તાજેતરના વર્ષોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ લોકપ્રિય બની છે. આજે પ્રાકૃતિક ખેતી થકી તેઓ સ્વાસ્થ્યવર્ધક, પોષણક્ષમ તથા અન્ય ખેતી પદ્ધતિ કરતા પ્રાકૃતિક ખેતીમાં પાક પણ મબલખ મળી રહ્યો છે.

Reporter: admin

Related Post