News Portal...

Breaking News :

50 વર્ષીય આધેડ વ્યક્તિએ જાતને ગોળી મારી આપઘાત

2025-09-06 11:30:54
50 વર્ષીય આધેડ વ્યક્તિએ જાતને ગોળી મારી આપઘાત


અમદાવાદ: જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ નજીક 5 સપ્ટેમ્બરે શુક્રવારની રાત્રે 50 વર્ષીય એક વ્યક્તિએ પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 


આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસે હાલ મૃતક દ્વારા શા માટે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.50 વર્ષીય વ્યક્તિએ પોતાની જાતને ગોળી મારી પોલીસના જણાવ્યા મુજબ જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં બની હતી. જેમાં મૃતક રમેશ ઠાકોર (ઉ.વ. 50) નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતાની જાતને ગોળી મારી હતી. 


ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારજનો તેમને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં રમેશ ઠાકોરે ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

Reporter: admin

Related Post