News Portal...

Breaking News :

22 વર્ષની છોકરીએ અનેક છોકરાઓ ની લાજ લૂંટી

2024-04-16 12:05:32
22 વર્ષની છોકરીએ અનેક છોકરાઓ ની લાજ લૂંટી

અમેરિકામાં છોકરીએ શારિરિક સંબંધ બાંધવા માટે છોકરાઓ સાથે છેડતી કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એલિસા ઝિન્ગર નામની ૨૨ વર્ષીય છોકરીએ અન્ય નાની ઉંમરના છોકરાઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યા હતા. એટલું જ નહીં તેની સાથે છેડતી કરી અને શરીર સંબંધ બાંધવા માટે પણ સામેથી પ્રેરણા આપી હતી. આ દરમિયાન તેને વીડિયો પણ ઉતાર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ છોકરી એક પછી એક આવા કુમળી ઉંમરના છોકરાઓને ટાર્ગેટ કરતી અને બાદમાં પિંખી નાખતી હતી. આના બદલ તેની અગાઉ પણ પોલીસે ધરપકડ કરી હતી. અમેરિકાનો આ ચોંકાવનારો કેસ છે

 આ છોકરી સતત પોતાના શરીર સુખની ઈચ્છાને સંતોષવા માટે જુદા જુદા છોકરાઓને ટાર્ગેટ કરતી હતી. એલિસા ઝિંગરની ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે કુલ ૧૧ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. જેમાં છોકરાઓની છેડતી, શારિરિક સતામણી, ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવી અને ન કરવાનું કરી પજવણી કરતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. તેની સામે અત્યારે સાયબર ક્રાઈમ પણ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ અમેરિકન છોકરી જેલથી બહાર હતી પરંતુ બાદમાં અન્ય ઘણા ગુનાઓના કારણે તેના બોન્ડ રિજેક્ટ કરાયા હતા.

અમેરિકન છોકરીની આવી છેડતી અને બળજબરી પૂર્વક બાંધવામાં આવેલા શરીર સંબંધના કિસ્સાઓથી પીડિત બીજા ૪ છોકરાઓની ઓળખ પણ થઈ ગઈ છે. તે ગર્લ ફ્રેન્ડ બનીને ખોટા ખોટા સપના બતાવતી અને બાદમાં છોકરાઓને પિંખી નાખી તેમને બ્લેકમેલ પણ કરતી હતી. તે જુદા જુદા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આવા છોકરાઓ ફસાવતી હતી. શરૂઆતમાં તેમની સાથે સારી સારી વાતો કરે અને બાદમાં તેમને આવી રીતે બોલાવી લાજ લૂંટી લેતી હતી.

Reporter:

Related Post