વડોદરાના ખેલૈયાઓ માટે માઁ શક્તિ ની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બી.આર.જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા "વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી" નું આયોજન કરવામાં આવશે. "વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી" સામાજિક મૂલ્યો જેવાકે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ ના ઉદ્દેશ ને સાર્થક કરવા માટે પ્રેરકબળ પૂરું પાડશે. "વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી"માં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવનાર છે.
વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ જામશે. આ વર્ષે "વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી" સાથે વડોદરાની જનતા ને માં શક્તિ ની આરાધના નો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે. "વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી" દ્વારા UNESCO માં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓ ની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે. જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન ને પણ વેગ મળશે.
વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી" વડોદરા ની જનતા ને એક નવલા નજરાણા સમાન બની ને રહેશે. જેમાં અબાલ વૃદ્ધ માટે માં શક્તિ ની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે. નારી શક્તિ માટે સુરક્ષિત વાતાવરણ આપશે. નવરાત્રી દરમિયાન સંસ્કારનગરી વડોદરા ની જનતા ને ગુજરાત ની ભાતીગઢ સંસ્કૃતિ ની વિવિધ ચીજ વસ્તુઓ થી રૂબરૂ કરાવશે. નવરાત્રી 2024 દરમિયાન વડોદરા આવનાર દેશ વિદેશ ના પ્રવાસીઓને સંપૂર્ણ ગુજરાત ની સંસ્કૃતિનો અનુભવ આપશે. આવા અનેક પરિબળો જે વડોદરા શહેરની નવરાત્રી ના આયોજન ઇતિહાસ માં સૌપ્રથમ વાર આયોજિત થનાર છે. આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આયોજકો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
Reporter: News Plus