News Portal...

Breaking News :

ઈ બાઈક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપનીને સીલ કરાઈ - ફાયર વિભાગ દ્વારા બિયું અને ફાયરની મંજૂરી ન હોવાના કારણે કાર્યવાહી કરાઈ - 3 દિવસ પહેલા સીલ મરાઈ, તો બુધવારે કંપની ખાતે માણસોની હલચલ જોવા મળી 

2024-06-12 19:57:16
ઈ બાઈક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપનીને સીલ કરાઈ - ફાયર વિભાગ દ્વારા બિયું અને ફાયરની મંજૂરી ન હોવાના કારણે કાર્યવાહી કરાઈ - 3 દિવસ પહેલા સીલ મરાઈ, તો બુધવારે કંપની ખાતે માણસોની હલચલ જોવા મળી 


વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં યોગ્ય મંજૂરી વગર ધમધમતી JOY E-BIKE કંપની પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર તથા અન્ય જરૂરી મંજૂરીઓને લઇને તંત્ર દ્વારા સખ્તાઇ વર્તવામાં આવી રહી છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુરા, 9, જુનના રોજ સીલ કરવામાં આવેલી કંપનીમાં આજે માણસોની ચહલ-પહલ જોવા મળી હતી.


વડોદરા પાલિકા દ્વારા ફાયર સહિતની સેફ્ટીને લઇને સઘન ચેકીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અસંખ્ય એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, તો અનેક એકમોને રોજ નોટીસ પાઠવવામાં આવી રહી છે. તેવામાં તાજેતરમાં વડોદરા પાલિકાની ટીમ દ્વારા સયાજીપુરામાં આવેલી JOY E-BIKE ની વોર્ડ વિઝાર્ડ કંપની સીલ કરી છે. જો કે, તે બાદ આજે કંપની પરિસરમાં ગણતરીના માણોસની ચહલ પહલ જોવા મળી હતી. જેને લઇને સવાલો ઉઠવા પામ્યા છે.


સમગ્ર કાર્યવાહીને લઇને મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે, આખા શહેર અને વુડા વિસ્તારમાં જેની પાસે બિલ્ડીંગ પરમીશન અને ફાયર પરમીશન ન હોય અથવાતો તેની પૂર્તતામાં ખામી હોય, તો સિલીંગ અથવા નોટીસની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જોય ઇ બાઇકની કંપનીમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બીયુ અને ફાયરની મંજુરી ના હતી. જેથી ત્રણ દિવસ પહેલા કંપની સીલ કરી દેવામાં આવી છે. અમે ચકાસણી કરી છે. તેમણે બીયુ માટે એપ્લાય કર્યું હતું.

Reporter: News Plus

Related Post