શહેરમાં વાહન ચોરીના અનડિટેડ ગુના શોધવા માટે હાથ ધરાયેલા વાહન ચેકિંગમાં ક્રાઈમ બ્રાન્ચે બાઈક ચોરીના આરોપમાં એક યુવકની ધરપકડ કરી છે.
વાહન ચોરીના વધતા જતા ગુનાઓને અટકાવવા તેમજ અનડિટેડ ગુના શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે વિવિધ સ્થળે વાહન ચેકિંગ તેમજ શકમંદો પર ચાંપતી નજર રાખી હતી. દરમ્યાનમાં અટલાદરા રોડ પર બાઈક લઈને પસાર થતાં યુવકને પોલીસે શકના આધારે રોકી બાઈકના કાગળોની માંગણી કરી હતી. બાઇકની માલિકી અંગેની સચોટ માહિતી નહી આપતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા બાઈક ચોરીનો ભેદ ખુલ્યો હતો. બે માસ પહેલા એસએસજી હોસ્પિટલમાં તેના પિતા દાખલ હતા, ત્યારે તેની ખબર જોવા પોતાની બાઈક લઈને ગયો હતો
રાત્રે લગભગ 10વાગે જ્યારે તેની બાઈક લેવા પરત ગયો ત્યારે મળી આવી ન હતી. બીજા દિવસે પણ પોતાની ગુમ થયેલી બાઇક લેવા સયાજી હોસ્પિટલમાં આવતા મળી આવી ન હતી. આ સમયે તેને અન્ય મોટરસાયકલનું લોક ખોલીને વાપરવાનું શરૂ કર્યું હતું. ચોરીની મોટરસાયકલ વાપરનારનું નામ પૂછતા પૃથ્વીરાજ સુરેશભાઈ પરમાર મૂળ રહે કંથારીયા ગામ તા.કરજણ હાલ પાદરાનો હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે ચોરીની બાઈક કબજે લઈ યુવકની સામે રાવપુરા પોલીસ મથકે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus