આજે અષ્ટમી હોવાથી વડોદરા ના તમામ માઇ મંદિરોમા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરો મા હોમ હવન તેમજ વિવિઘ કાર્યક્રમો યોજાયા હતી કેટલીક જગ્યાએ ભજન -ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આજે અષ્ટમી હોવાથી માતાજીની ભક્તિ કરવાનું ઉત્તમ માનવામાં આવતું હોવાથી આજે મંદિરો મા ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું છે. આજે ચૈત્રી આઠમ સાથે મંગળ-પુષ્ય નક્ષત્ર દરેક કાર્યમાં આર્થિક વૃદ્ધિ કરાવે તેવો યોગ છે.
દેવી ઉપાસના સાથે કુંવારિકાઓને ભોજન કરાવી શણગારનો મહિમા પણ છે.
દિવસ દરમિયાન પૂજન-અર્ચન, યજ્ઞ-હવન સાથે મહા આરતીના કાર્યક્રમો યોજાઈ રહીયા છે.આજે મંગળવારના દિવસે આઠમનો દુર્લભ સંયોગ યોજાયો છે ચૈત્ર સુદ અષ્ટમી એટલે અષ્ટમી મંગળવાર સાથે દેવીભક્તો વ્રત-ઉપવાસ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા પૂજા-અર્ચના કર્યા હતા તેમજ તે સાથે પુષ્ય નક્ષત્ર એટલે કે મંગળપૂષ્યનો યોગ જોવામળ્યો હતો.દિવસ દરમિયાન પૂજન અર્ચન, યજ્ઞ હવન સાથે મહા આરતીના કાર્યક્રમો યોજાયા છે તેમજ શહેરના વિવિધ મંદિરોમાં ભંડારો, નવચંડી, યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે
ચૈત્ર માસના પડવાથી લઈ દશમ તિથિ ચૈત્ર નવરાત્રી કહેવાય છે. જેમાં અષ્ટમી તિથિનો ખૂબ મહિમા રહેલો છે. 16 એપ્રિલ મંગળવારના દિવસે અષ્ટમીના આ દુર્લભ યોગ સાથે જ પુષ્ય નક્ષત્રનો પણ યોગ જોવા મળશે. જે મંગળ પુષ્ય યોગ સર્જાશે. આ દિવસે કરાતું દેવી કાર્ય આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે.
વિશેષ કરીને નવચંડી યજ્ઞ, આઠમનો કુળદેવીનો ય,જ્ઞ ચંડીપાઠ, કુંવારીકાઓને ભોજન કરાવી શૃંગારની વસ્તુઓ દાન કરવાનો વિશેષ મહિમા અષ્ટમીના દિવસે રહેલો છે. મંગળવારની સાથે પુષ્ય નક્ષત્ર અને યોગના શુભ દિવસે સોનુ-ચાંદી, વાહન તથા ઇલેક્ટ્રીક વસ્તુઓ ખરીદવાનો પણ મહિમા રહેલો છે
Reporter: