બોર-મોટરોના વાયરો ચોરી કરતી ટોળકી સક્રિય થતાં ખેડૂતો ની હાલત કાફોડી બની
સંખેડા તાલુકા ના વડેલી ફતેપુર . ખેડૂતોના ખેતરોમાં થી બોર-મોટરના વાયરો ચોરી જાય છે. જેને કારણે ખેડૂતોને નુકશાન સહન કરવું પડે છે ફતેપુર વિસ્તારમાં આવેલા માછી પ્રભાતભાઈ ના સર્વે નંબર 269 વાળા ખેતરમાંથી 100 મીટર વાયર ચોરાયો હતો. કાછિયા અશોકભાઈ ના ખેતરમાંથી ઓરડીનું તારું તોડી વાયરોની ચોરી કરી ગયા સંખેડા તાલુકાના
ફતેપુર અને વડેલી પાટિયા અને રામપુરા ગામેથી પણ ઝાટકા મશીન બેટરી અને અન્ય વિસ્તારમાંથી પણ બોર - મોટરના વાયરો ચોરાયા હતા. જે બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા સંખેડા પોલીસ મથકે લેખિત રજુઆત કરી હતી. બોર મોટરના વાયરો પણ મોંઘાદાટ હોય છે. વારંવાર ચોરી થતા ખેડૂતોને આર્થિક નુકશાન વેથવાનો વારો આવે છે. ખેડૂતોની માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારી આવા ચોરી કરતા તત્વો ને વહેલી તકે પકડે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા
Reporter: