News Portal...

Breaking News :

હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં હનુમાન જયંતીના પર્વને અનુલક્ષીને હનુમાન મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જામી, ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

2024-04-24 08:30:53
હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં હનુમાન જયંતીના પર્વને અનુલક્ષીને હનુમાન મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જામી, ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

આજે  ચૈત્રી પૂનમના પાવન દિવસ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત બજરંગ બલી  કષ્ટભંજન તેમજ ભીડભંજન અને સંકટમોચન દેવ ગણાતા શ્રી હનુમાન દાદાજીનો જન્મોત્સવનો એટલે કે હનુમાન જયંતિનો પાવન દિવસ છે જે અંતર્ગત આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતી ના પર્વને અનુલક્ષીને સમગ્ર હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચેંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંથકમાં આવેલા વિવિધ હનુમાનજી મંદિરો ખાતે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી મંદિરમાં અખંડ રામાયણના પાઠ કરવામાં આવ્યા હતા જે રાત્રિ દરમ્યાન પણ ચાલુ રહ્યા હતા જ્યારે આજે મંદિર ખાતે શાસ્ત્રોક વિધિ વિધાન સાથે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું 

જેમાં બે યજમાન અને ચાર વૈદિક બ્રાહ્મણો દ્વારા મારૂતિ યજ્ઞની પૂજા કરવામાં આવી હતી તેમાં સવારે 9:00 કલાકના સુમારે આરંભ થયેલ યજ્ઞના હવનની સાંજે 5:00 વાગ્યા બાદ મારુતિ યજ્ઞના હવનમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરાઈ હતી જે આજે બુધવારે મોડી સાંજે 6:00 વાગ્યા બાદ મંદિર ખાતે મહાપ્રસાદી મહાભંડારો યોજાયો હતો જેમાં 300 કિલો જેટલી બુંદી અને 250 કિલો જેટલી ફૂલવડીનો મહાપ્રસાદી 5,000 જેટલા ભક્તો માટે બનાવવામાં આવી હતી. જેનો હનુમાન ભક્તોએ લહાવો લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામે આવેલા પંથકના પ્રસિદ્ધ ઝંડ હનુમાનજી  મંદિર ખાતે પણ આજે બુધવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટયા હતા જ્યાં ભક્તજનોએ હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા જ્યારે હાલોલ નગરના બાલા ભોલાજી  હનુમાનજી મંદિર ખાતે પણ વહેલી સવારથી મોડી સાંજ સુધી હનુમાનજી દાદાના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી 

 જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે પણ હનુમાન જયંતિને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિર ખાતે ભવ્ય અન્નકૂટના દર્શન તેમજ હનુમાન ચાલીસાના પાઠ સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં આજે વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજીની જન્મ જયંતીની તમામ હનુમાન ભક્તો દ્વારા ભારે હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં આસ્થા અને શ્રદ્ધાભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post