News Portal...

Breaking News :

વડોદરા શહેર-જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મીઓ મતદાન માટે થયા સંકલ્પબદ્ધ

2024-04-16 16:36:17
વડોદરા શહેર-જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મીઓ મતદાન માટે થયા સંકલ્પબદ્ધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર અનેકવિધ પ્રયાસો હાથ ધરી રહ્યું છે, ત્યારે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વડોદરા શહેર-જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મીઓ મતદાન માટે સંકલ્પબદ્ધ થયા છે.



વડોદરા લોકસભા સહિત ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થશે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અન્ય મતદારોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે કચેરીઓના અધિકારીઓ દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.



શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં યોજાયેલા આ સંકલ્પ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મીઓ ઉપરાંત આંગણવાડીની બહેનો, આશાવર્કરો, શાળાના શિક્ષકો, આરોગ્યકર્મીઓ, એસ. ટી. નિગમના કર્મચારીઓએ પણ મતદાન કરવા અને કરાવવા માટે સંકલ્પ લીધા હતા. 

Reporter:

Related Post