શહેર પોલીસ પોતાનું કામ નિષ્ટ્ઠા પૂર્વક કરતા હોય છે. આ રોતનું એક ઉદાહરણ સામે આવ્યુ છે.શહેર પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 87 લોકોના ફોન આ કાર્યક્રમમા ગુમ થઈ ગયા હતા.પરંતુ પોલીસ દ્વારા તેમના ચોરી થયેલા મોબાઇલ શોધીને પરત કર્યા હતા.જે ખુબ સારી કામગીરી છે
આ કાર્યક્રમનુ આયોજન ગુરુવારે ટેક્નોલોજી ફેકલ્ટીમાં યોજવામાં આવ્યો હતો.ખોવાયેલ દરેક ફોનની કિમત લગભગ 14.77 લાખ હોવાનું પોલીસ દ્વવારા જાણવા મળ્યું છે. શેરમાં રોજના રોજ કેટલાય ફોન ચોરી થયાની ફરિયાદ આવતી હોય છે, જેને લઇ પોલીસ ટેક્નિકલ સોર્સ દ્વારા ફોન શોધીને તેના માલિકોને પરત કરતી હોય છે.ગુરુવારે કલાભુવન ખાતે આવેલી ટેક્નોલોજી ફેકલ્ટીમાં પોલસ ઝોન ટુ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિ. કમિશનર મનોજ નિનામા અને ઝોન ટુ અભય સોની હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા રૂા.14.77 લાખના 87 મોબાઈલ લોકોને પરત આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા અગાઉ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓના ચોરી થયેલા ફોન પરત આપવામાં આવ્યા હતા. જે ખુબ વખાણવાલાયક કામગીરી છે
Reporter: admin