દેશમા ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે ઓળખાવનાર શંકરાચાર્ય દ્રારા ચાર આહવાન અંતર્ગત ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે.
ગૌમાતાની લોકો પૂજા કરતા હોય છે. તે ખુબ પવિત્ર હોય છે માટે તેને રાષ્ટ્રમાતા તરીકે ઓળખવા જોઈયે.આ સમર્થનમાં આજે વડોદરા શહેરના હરણી-વારસીયા રીંગરોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ થી ગુરુકુળ સુધી ગુરુકુળ વિધ્યાલયના બાળકો,શિક્ષકો, ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીના માધ્યમથી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તથા ગૌહત્યા પ્રતિબંધ કાયદો લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.આ રેલી પોસ્ટરો અને બેનરો સાથે નીકળી હતી, જેમાં મોટી સઁખ્યામાં લોકો હાજર હતા
Reporter: