News Portal...

Breaking News :

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું 83.08% પરિણામ જાહેર: 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું!!

2025-05-08 10:06:21
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું 83.08% પરિણામ જાહેર: 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું!!


ગાંધીનગર : ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માં કુલ 746892 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેમાં આ વખતે 83.08% પરિણામ આવ્યું છે. 


મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું હતું.  જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું હતું. જોકે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29% તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55% રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.

Reporter: admin

Related Post