News Portal...

Breaking News :

ગૌરવ પથમાં હલકી કામગિરી કરનારા કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને 8 નોટિસ અપાઇ છે , હવે તો તેને બ્લેક લિસ્ટ કરો

2025-06-03 10:05:33
ગૌરવ પથમાં હલકી કામગિરી કરનારા કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને 8 નોટિસ અપાઇ છે , હવે તો તેને બ્લેક લિસ્ટ કરો


કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે
શહેરમાં રોડના કામોમાં કરોડોનું કૌભાંડ, કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત



શહેરના છાણી જકાતનાકાથી છાણી ગામ સુધી બનાવવામાં આવેલા ગૌરવ પથ બનાવવામાં કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૌરભ બિલ્ડરે એટલી હલકી કક્ષાની કામગિરી કરી છે કે સામાન્ય ગરમીમાં પણ આ ગૌરવ પથનો ડામ પીગળી રહ્યો છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે,. નવાઇની વાત એ છે કે હલકી કામગિરી કરનારા સૌરભ બિલ્ડર્સને કોર્પોરેશને 8 નોટિસ આપી છે છતાં સૌરભ બિલ્ડર્સને કોર્પોરેશન દ્વારા બ્લેક લિસ્ટ કરાતો નથી. સૌરભ બિલ્ડર્સને  નોર્થ ઝોનના ગૌરવ પથ બનાવાનો 30 કરોડનો વર્ક ઓર્ડર અપાયો છે. જેમાં ગૌરવ પથ અલગ થી ઉત્તર ઝોનમાં અલગથી 21. 40 કરોડ નો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. જે રોડ ની કામગીરી માટે વર્ક ઓર્ડર અપાયો છે એ રોડ ની પણ ગુણવંત્તા પાલિકા ના રોડ વિભાગના અધિકારી ઓ એ ચકાસણી કરવી જોઈએ. એમાં પણ ગૌરવ પથ જેવી તો કામગીરી નથી કરી ને. છાણી જકાતનાકાથી છાણી ગામ સુધીના રસ્તામાં 21 કરોડના ગૌરવ પથમાં તો હલકી કામગિરી કરી છે.  શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગૌરવ પથના નામે કરોડો રુપિયાના ખર્ચે મોડલ રોડ બનાવામાં આવી રહ્યા છે અને આ રીતે છાણી જકાતનાકાથી છાણી ગામ સુધીના રસ્તાને પણ ગૌરવ પથ તરીકે ડેવલપ કરાયો હતો. આ કામગિરી સૌરભ બિલ્ડર નામના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને અપાઇ હતી પણ સૌરભ બિલ્ડરે ગૌરવ પથ બનાવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. 21 કરોડના ખર્ચે બનાવાયેલો આ ગૌરવ પથ હલકી કામગિરીના કારણે હાલ સામાન્ય ગરમીમાં પણ પીગળી રહ્યો છે. ગૌરવ પથનો ડામર પીગળી રહ્યો છે અને તે જ ચાડી ખાય છે કે સૌરભ બિલ્ડરે કેવી ગુણવત્તા વગરની કરી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સે તકલાદી કામ કર્યું છે. લાકડીથી પણ ગૌરવ પથનો ડામર ઉખડી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર પર કોના આશીર્વાદ.છે. આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ જ છાવરી રહ્યા છે. ખરેખર તો સૌરભ બિલ્ડર્સને કાયમી બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએપણ તેના પદલે માત્ર નોટિસ આપીને જ સંતોષ મનાઇ રહ્યો છે. આવી ભ્રષ્ટ કામગિરી કરનારા સામે તો પોલીસ ફરિયાદ પણ કરવી જરુરી છે.  



અધિકારીઓ અને શાસકો ટકાવારીમાં મોંઢા બંધ કરીને બેઠા...
શહેરમાં કોર્પોરેશન કરોડો રુપિયાના ખર્ચે રસ્તા બનાવે છે પણ કોન્ટ્રાક્ટરો ખાઇ બદેલા છે અને ટકાવારી આપીને તકલાદી કામ કરે છે જેથી ચોમાસામાં લગભગ તમામ રસ્તાઓમાં ખાડા પડી જાય છે અને ભુવા પડી જાય છે. આવા કોન્ટ્રાક્ટરો પર નેતાઓ અને અધિકારીઓના આશિર્વાદ હોય છે કારણ કે આ બધો ટકાવારીનો ખેલ હોય છે. પણ છેલ્લે તો વડોદરાની ભોળી જનતાને સહન કરવાનું આવે છે. આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ઘેરભેગા કરવા જોઇએ અને નેતાઓને તો ફરીથી ના ચૂંટાય તેનું પણ જનતાએ ધ્યાન રાખવું જોઇએ. વડોદરાના કોન્ટ્રાક્ટરોના કામો ગુજરાતભરમાં પંકાયેલા છે કારણ કે આખુ ગુજરાત જાણે છે કે વડોદરામાં કેટલા ખાડા અને ભુવા પડે છે.

Reporter: admin

Related Post