નવી દિલ્હી: CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ) જેવા અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યાની ઘટના વધી છે.
કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે 730 જવાનોએ આત્મહત્યા કરી છે. 55,000 થી વધુ સૈનિકોએ કાં તો રાજીનામું આપ્યું છે અથવા VRS લીધું છે.કેન્દ્ર સરકારના અહેવાલમાં જણાવાયું છે કે મોટાભાગના સૈનિકો અંગત કારણોસર આત્મહત્યા કરી રહ્યા છે.
CAPF કર્મચારીઓમાં આત્મહત્યાના વધતા જતા બનાવોના કારણો શોધવા માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારા 80 ટકાથી વધુ લોકોનું મૃત્યુ રજા પરથી ઘરેથી પરત ફર્યા બાદ થયું છે. “આત્મહત્યાના અંગત કારણોમાં જીવનસાથી અથવા કુટુંબના સભ્યનું મૃત્યુ, વૈવાહિક વિખવાદ અથવા છૂટાછેડા, નાણાકીય મુશ્કેલીઓ અને બાળકો માટે અપૂરતી શૈક્ષણિક તકોનો સમાવેશ થાય છે.”
Reporter: admin