પાવાગઢથી મહીસાગર સુધીના પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી વડોદરા શહેરમાં અંદાજે ૨૩ કિલોમીટરનો પ્રવાસ કરીને આગળ વધે છે.
આ નદીનો પ્રવાહ માર્ગ જેટલો સ્વચ્છ રહે એટલી ઝડપથી વરસાદી પાણી વહી જાય અને પાણી ભરાવા અને સપાટી વધવાનું જોખમ ઘટે. આ વાત ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકાએ તાજેતરમાં પહેલીવાર ૧૩ જેટલા સ્થળોએ વર્ટિકલ કલીનિંગ એટલે કે સપાટી થી ઊંડાઈ સુધીની સફાઈ કરી હતી. સલામત વિશ્વામિત્રી, સલામત વડોદરા માટે આ સફાઈ જરૂરી હતી.આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ જણાવ્યું કે યંત્રોની મદદથી કુલ ૧૭૩૭૪૦ ચોરસ મીટર વિસ્તારમાં થી,સરેરાશ ૩ મીટર ઊંડાઈ સુધી કચરા અને કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યો જે દરમિયાન ૫૨૧૨૨૦ સી.સીએમટી કચરો અને કાટમાળ હટાવી, વિશ્વામિત્રીના વહેણની સરળતા કરવામાં આવી છે.
વિશ્વામિત્રી સફાઈની આ કામગીરી સમામા નવી નગરી, ભરવાડવાસ, અગોરા મોલ પાસે મંગળ પાંડે બ્રિજ, રાત્રિ બજાર, કારેલીબાગ, વુડા ઓફિસ પાસે કચરા એકત્રિતકરણ કેન્દ્ર, નરહરિ બ્રિજ અને કાલા ઘોડા બ્રિજથી યવતેશ્વર વચ્ચે, ભીમનાથ બ્રીજની બંને બાજુ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ બાજુ, અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે, અકોટા સ્મશાન અને રેલવે બ્રિજ વચ્ચે, મુજ મહુડા બ્રિજ અને અટલાદરા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે, અટલાદરા માંજલપુર બ્રિજ અને વડસર બ્રિજ પાસે કરવામાં આવી છે. મોટા યંત્રો સહિત ૫૦ જેટલા ડમ્પરોની મદદથી સફાઈ અને અન્ય કર્મયોગીઓના યોગદાનથી કુલ ૭૦૭૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે કુલ ૫૦ હજાર ક્યુબિક મીટર કચરો ઉપાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ થી ૮/૯ થી લઈને ૧૦/૧૫ મીટર ઊંડાઈ ના કચરાના થર હટાવવામાં આવ્યા હતા.વડોદરા શહેરના વિશ્વામિત્રીના વહન વિસ્તારમાં નદીની જળ વહન ક્ષમતા અંદાજે ૮૫૦ ક્યુમેક્સ છે. જેની સામે તાજેતરના પૂરમાં ૧૪૦૦ ક્યુમેકસ જળ જથ્થો વહ્યો હતો જેની નોંધ લેવી ઘટે.
Reporter: admin