News Portal...

Breaking News :

હાથરસમાં મોટો રોડ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત

2024-12-10 16:22:59
હાથરસમાં મોટો રોડ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત


હાથરસ : ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટો રોડ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હાથરસ જંક્શનના ગામ જેતપુર પાસે મથુરા-બરેલી માર્ગ પર કન્ટેનર અને મેઝિક વચ્ચે ભીષણ ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં મેઝિકમાં સવાર 7 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. 


આ સાથે જ તેમણે મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ અકસ્માતની તપાસ હાથ ધરી છે. સીએમ યોગી આદિત્યનાથે હાથરસના મથુરા-કાસગંજ હાઈવે પર થયેલા રોડ અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ તેમણે ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના પણ કરી છે.

Reporter: admin

Related Post