News Portal...

Breaking News :

સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી જતા 7 યાત્રીઓના મોત

2025-06-05 16:24:58
સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી જતા 7 યાત્રીઓના મોત


રીવા : મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ગુરૂવારે મોટી દુર્ઘટના બની. સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. 


ઑટો રિક્ષામાં સવાર 8માંથી 7 તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.જણાવાય રહ્યું છે કે, તીર્થયાત્રીઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ઑટો રિક્ષામાં સવાર તમામ તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

Reporter: admin

Related Post