News Portal...

Breaking News :

રશિયામાં 7.2ની તીવ્રતાના ભૂકંપ

2024-08-18 09:56:43
રશિયામાં 7.2ની તીવ્રતાના ભૂકંપ


કામચટકા : યુરોપિયન ભૂમધ્ય સાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર  રશિયા સામે વધુ એક આફત આવી છે. 


અહીંના કામચટકા વિસ્તારના પૂર્વ કિનારે 51 કિ.મી.ની ઊંડાઈએ 7.2ની તીવ્રતાના ભૂકંપને લીધે સમગ્ર વિસ્તાર હચમચી ગયું હતું. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર દેશના પૂર્વ કિનારે આવેલા સાતની તીવ્રતાના ભયાનક ભૂકંપ બાદ કામચટકા વિસ્તારમાં આવેલો જ્વાળામુખી પણ ફાટી ગયો હતો.  


રશિયાની વિજ્ઞાન એકેડમીની એક શાખાના જણાવ્યાનુસાર જ્વાળામુખીમાંથી હવે રાખ ઊડી રહી છે. લગભગ આઠ કિ.મી. દૂરથી પણ આ રાખ ઊડતી જોઈ શકાય છે. અમેરિકાના રાષ્ટ્રીય ચેતવણી કેન્દ્રએ કહ્યું કે ભૂકંપથી સુનામીનો પણ ખતરો છે પણ રશિયાના ઈમરજન્સી મંત્રાલયે કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી.

Reporter: admin

Related Post