News Portal...

Breaking News :

BOB લોકર માંથી ૬૦ તોલા સોનાના દાગીને અને ૧૦ લાખની રોકડની ચોરી

2025-03-22 09:33:42
BOB લોકર માંથી ૬૦ તોલા સોનાના દાગીને અને ૧૦ લાખની રોકડની ચોરી


આણંદ : ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકર માંથી ૬૦ તોલા સોનાના દાગીને અને ૧૦ લાખની રોકડની ચોરી થઇ છે. બેંકના પટાવાળા પણ શંકા વ્યક્ત કરાઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને એલસીબીને તપાસ સોંપી હતી અને પટાવાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 



આણંદના વઘાસી ગામના સુભાષ કાંતિભાઇ પટેલે ચિખોદરાની બેંક ઓફ બરોડામાં પોતાની પત્નીના નામનું સંયુક્ત લોકર ખોલાવ્યું હતું. તા. ૭મી ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ તેમણે લોકર ખોલ્યૂ હતું અને તે વખતે બેંકના પટાવાળા વિપુલ વિનુ કેસરિયા લોકરની ચાલી લઇને આવ્યો હતો. બાદ સુભાષભાઇએ લોકરનો ઉપયોગ કરી તેને બંધ કરી રજિસ્ટરમાં નોધ કરી હતી. બાદમાં ૧૮મી સપ્ટેમ્બરના રોજ સુભાષબાઇ પુત્ર સાથે બેંકમાં ગયા હતા અને લોકર ખોલતા ૬૦ તોલા સોનાના દાગીના અને દસ રોકડ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળતા હેબતાઇ ગયા હતા. 


જોકે, લોકરમાંથી માત્ર ઘડિયાળસ સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા અને ઝુમ્મર મળ્યા હતા. તેઓએ બ્રાન્ચ મેનેજરને જાણ કરી હતી. એક ચાવી ખાતેદાર અને એક ચાવી બેંક પાસે રહે છે. બેંકના કોઇ કર્મચારીએ આ કરતૂત કર્યું હોવાની આશંકા વ્યકત કરાઇ હતી.આરોપી વિપુલ કેસરીયાએ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં આગોતરી જામીન અરજી કરી હતી અને સુપ્રિમ કોર્ટે બ સપ્તાહમાં આરોપીને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. છેલ્લે લોકર ખોલનાર પટાવાળા વિપુલ કેસરીયા ( રહે,ગણેશ ચોકડી, 

Reporter: admin

Related Post